આખલાએ આખરે વધુ એક લીધો ભોગ.તંત્ર જવાબદારી લેશે ?

0
447

આખલાએ આખરે લીધો એક નિર્દોષ વિદ્યાર્થીનો ભોગ..ધોરણ ૧૨ ની પરીક્ષા આપી પરત ઘરે જઈ રહેલ વિદ્યાર્થીને આખલાએ ફંગોળતા માથામાં ગમ્ભીર ઈજા પહોંચતા સારવાર દરમ્યાન કમકમાટી ભર્યું મોત નીપજ્યું. જવાબદારી તંત્ર લેશે?પરીવાર જનોમાં આક્રોશ સાથે શોકનો માહોલ….

ગતરોજ આખલાએ એક મહિલાને હવામાં ફંગોળતા તેણીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માં ખસેડી હતી.જોકે કોઈ મોટી ઘટના બને એની રાહ જોઈ રહેલ નગર સેવા સદનના પ્રતાપે આજે એક ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે પરીક્ષા આપી ઘરે પરત આવી રહેલ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.મળતી માહિતી મુજબ ભરૂચ શેરપુરા વિસ્તારમાં આવેલ આમેના પાર્કમાં રહેતો ખોખર મહોમ્મદ માહિર મહોમ્મદ યુનુસ હાજી કે જે હાલમાં ચાલી રહેલ ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ ની પરીક્ષાનું બીજું પેપર આપવા માટે ઘરેથી બપોરના નારાયણ વિદ્યાલયમાં ગયેલ અને પરીક્ષા આપી સાંજે પોતાની ગાડી લઈને પરત જઈ રહેલ હતો.તે દરમ્યાન મહોમ્મદ માહિરને શ્રવણ ચોકડી પાસે રસ્તે રખડતા આખલાએ ચાલું બાઈક પર જઈ રહેલા માહિરને ફંગોળતા તે નીચે પટકાતા માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. માહિરને પ્રથમ તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ અને ત્યાંર બાદ તેની હાલત ગંભીર જણાતાં ભરૂચની ખાનગી હોવાથી તેનીસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યો હતો.પરંતુ ત્યાં તેને બરાબર સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નિપજ્યું હતું. મોતની ખબર સાંભળતા જ પરિવાર જનોના રૂદનથી હોસ્પિટલમાં હાજર લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતાં.જે અંગેની જાણ સ્થાનિકોને થતાં લોકોના ટોળે ટોળા હોસ્પિટલ પર ધસી આવ્યા હતાં. ઘટના ની જાણ થતાંજ વિપક્ષના નેતાઓ હોસ્પિટલ પર દોડી આવ્યા હતાં. અને વિપક્ષના નેતાઓએ ચીમકી ઉચ્ચારી છેકે વહેલી તકે નગર પાલિકા આ અંગે કોઈ નક્કર પગલાં નહીં લેતો નગર પાલિકાને તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


અત્રે હાલમાં આ સમાચાર લખાય ત્યારે જાણવા મળતી માહિતી મુજબ મોડે મોડે જાગેલ નગર સેવા સદનના કર્મચારીઓ રસ્તે રાખડતાં ઢોરો અને આખલાને પકડવા નીકળેલ છે.પરંતુ આજ કાર્ય નગર સેવા સદન દ્રારા પહેલાં કરવામાં આવ્યું હોત તો આજે એક પરિવારે પોતાનો દીકરો ના ગુમાવવો પડત.
એક તરફ વિધાનસભામાં સવાલ જવાબ મુદ્દે હાંગામો થયો તો બીજી તરફ નગરપાલિકા ની બેદરકારી એ બતાવે છે કે સરકાર કેટલી પ્રજા પ્રત્યે જાગ્રત છે. વધિવધી ને સરકાર લાખોની મદદ માં રૂપિયા જ આપી શકે કોઈનો લડાયકવાયો નહિ..જેની આંખનો તારો જ ખરીપડે ત્યારે તેની પીડા તો સ્વજન ગુમાવનાર જ હોય

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY