ઘણા લોકો આજના સમયમાં પોતાની લગ્ન તિથી હોટલોમાં જઇને મોજશોખ સાથે ઉજવાતા હોય ત્યારે આજ રોજ રેડક્રોસ બ્લડ બેંકમાં જાયન્ટ ગ્રુપ ઓફ સચીન વિભાગના ફેડરેશન ડાયરેક્ટર ની જવાબદારી સંભાળતા સચીનમાં ફોટોગ્રાફી નો વ્યવસાય કરતા સુભાષભાઇ અમૃતભાઇ રાવલ તેમના ધર્મ પત્ની જાગૃતિબેન પુત્ર નિસર્જ અને પુત્રી કિંજલ સાથે રક્તદાન કરી સાચા અર્થમાં લગ્નની તિથી ઉજવી. તેઓ પોતે સામાજીક પ્રવૃત્તિ જેવી કે રક્તદાન, નેત્રદાન, દેહદાન ફ્રી આંખની તપાસ અને મોતીયાના ઓપરેશનની સેવા વર્ષોથી આપી રહ્યા છે. તેમની ભાવના જરૂરીયાત વ્યક્તને મદદરૂપ કઇ રીતે થઇ શકાય તેવી ઉમદા ભાવનાથી કામ કરી રહ્યા છે. તેમનો જીવન મંત્ર માનવ સેવા એજ પ્રભુ સેવા રહ્યો છે. તેઓ સંયુક્ત પરિવારમાં ૨૮ વ્યક્તિઓ સાથે એક છત નીચે રહે છે. આજના સમય પ્રમાણે મહત્વનું કહી શકાય. આ પ્રસંગે મેયર અસ્મીતાબેન શીરોયા અને સુરત જિલ્લાના હોમગાર્ડઝ કમાન્ડન્ટ ડો. પ્રફુલભાઇ શિરોયા શુભેચ્છા પાઠવી હતી.
ડો. પ્રફુલ્લ શિરોયા
પ્રમુખ રેડક્રોસ બ્લડ બેંક, લોકદ્રષ્ટિ ચક્ષુબેંક.9825034591
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






