ગયા વર્ષે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસનાર લોકોની સંખ્યા હતી ૩૧૬૨
વોશિંગ્ટન,તા.૨૯
ગેરકાયદેસર રીતે અમેરિકન સરહદ પાર કરવાના પ્રયાસમાં ધરપકડ થનારા ભારતીયોની સંખ્યામાં આ વર્ષે ત્રણ ગણો વધારો થયો છે. અમેરિકન કસ્ટમ અને સીમા સુરક્ષા (સીબીપી)એ શુક્રવારે આ વાતની જાણકારી આપી. સીબીપી પ્રવક્તા સાલ્વાડોર જમોરાએ જણાવ્યું કે તસ્કર સમૂહોને ૨૫ હજારથી ૫૦ હજાર ડોલરની વચ્ચે પેમેન્ટ કરી મેક્સીકોથી ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરનારાઓ લોકોમાં મોટી સંખ્યા ભારતીયોની છે.
જમોરા મુજબ, આ નાણાકિય વર્ષના અંત (૩૦ સપ્ટેમ્બર) સુધી લગભગ ૯ હજાર ગેરકાયદેસર અપ્રવાસી ભારતીયોની ધરપકડ થઈ હોવાનું અનુમાન છે, જ્યારે ગત નાણાકિય વર્ષનો આંકડો ૩૧૬૨ હતો. એટલે કે એક જ વર્ષની અંદર ત્રણ ગણો ઉછાળો.
જમોરાએ જણાવ્યું કે, આ વર્ષે અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારા ૪ હજાર ભારતીય મેક્સિકૈલી (મેક્સિકો-કેલિફોર્નિયા)ની ૩ કિમી લાંબી બોર્ડર ફેન્સથી ઘૂસી આવ્યા. અનેક લોકોએ એવી અફવા ફેલાવી હતી કે મેક્સિકૈલી બોર્ડર અમેરિકામાં ઘૂસણખોરી માટે સૌથી સુરક્ષિત રસ્તો છે.
અપ્રવાસી અધિકારો માટે લડનારા વકીલોનું કહેવું છે કે અમેરિકામાં આશરો લેવા માટે ઘૂસણખોરી કરનારા મોટાભાગના ભારતીય ક્યાં તો નીચલી જાતિના હોય છે અથવા તો અંતરજાતિય વિવાહના કારણે મોતની ધમકી મેળવનારા.
જમોરાએ કહ્યું, ‘પકડાઈ જતા અપ્રવાસી સામાન્ય રીતે એ જ દસ્તાવેજ રજૂ કરે છે જે બાકી ગેરકાયદેસર ઘૂસનારાઓની પાસે હોય છે. અમેરિકા જ્યારે તેમને છોડી દે છે તો તસ્કરી કરાવનારા ફરી તેમને પોતાની જાળમાં ફસાલી લે છે.’
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




