ઇન્ડોનેશિયાના સુવાલેસીમાં ભૂકંપ, ભૂસ્ખલનના કારણે ૭ના મોત

0
8

જકાર્તા,તા.૧૭
ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુવાલેસી પ્રાંતમાં ભૂસ્ખલન અને ભૂકંપના કારણે ૭ લોકોના મોત થયા છે જ્યારે ૮ હજારથી વધારે લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ પુનર્વસન અને પુનર્નિર્માણ એકમના પ્રમુખ પસમબોઅન પંગલોલીએ સમાચાર એજન્સીને જણાવ્યું કે, પીડિતોના મોત તેમને સુરક્ષિત બહાર નિકાળતા સમયે થયા.
અધિકારીએ કહ્યું કે, ભૂસ્ખલનના કારણે જિલ્લામાં ઓછામાં ઓછા ૮ મકાન ધ્વસ્ત થઇ ગયા. તેમણે કહ્યું, ૮ હજારથી વધારે લોકો એ પોતાના ઘર છોડ્યા છે અને તેઓ સુરક્ષિત સ્થાનો પર શરણ લઇ રહ્યા છે. ગત દિવસોમાં ૫.૧ થી ૫.૫ની સરેરાશ તીવ્રતાના ભૂકંપના ઘણાં આંચકા આવ્યા છે.
પશ્ચિમ સુવાલેસી પ્રાંત મધ્ય સુવાલેસી પ્રાંત સાથે સરહદથી જાડાયેલું છે. મધ્ય સુવાલેસી પ્રાંતમાં સપ્ટેમ્બરના અંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપ અને તે બાદ આવેલી સુનામીમાં ૨ હજારથી વધારે લોકોના મોત થયાં હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY