ભારતમાં વરસાદ પડે તો શું તમામ પ્લેન રડાર પરથી ગાયબ થઈ જાય? : રાહુલ ગાંધી

0
28

ઇન્દોર,તા.૧૪
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે મધ્યપ્રદેશના નીમચમાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું. રાહુલે કહ્યું કે, મોદીએ કેરી ખાતા તો શીખવાડી દીધું, પરંતુ એમ ન જણાવ્યું કે તેઓએ બેરોજગારો માટે શું કર્યું? પીએમ મોદીએ મારા પિતાનું અપમાન કર્યું છે પરંતુ હું તેમના માતા-પિતાનું અપમાન કિયારેય કરીશ નહીં. જો પીએમ મોદીની છાતી ૫૬ ઈંચની હોય તો કોંગ્રેસનું દિલ ૫૬ ઈંચનું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી મારા પિતાનું અપમાન કરે છે. મારા દાદી, મારા વડવાઓ અંગે બોલે છે. હું મરી જઈશ પરંતુ નરેન્દ્ર મોદીના માતા-પિતાનું અપમાન કિયારેય નહીં કરું.
રાહુલે કહ્યું, નરેન્દ્ર મોદીના આજકાલના ઇન્ટરવ્યૂ જુઓ, તેઓ જણાવે છે કે કેરીને આ રીતે ખાઉં છું, આ પ્રકારે સુધારું છું. પછી કહે છે કે મારે કુર્તો જુઓ મેં તેની બાંય કાપી નાખી, એટલા માટે કે સુટકેસમાં જગ્યા બની જાય.
આપણાં વડાપ્રધાન કહે છે કે વાયુસેનાના લોકો બેઠા હતા, બાલાકોટની વાત ચાલતી હતી. સેનાના એક અધિકારીએ કહ્યું કે હવામાન ખરાબ છે, મોદીજી અધિકારીઓને કહે છે કે ફાયદો થશે, વાદળામાં, વાવાઝોડાંમાં, તોફાનમાં… રડાર ફાઈટર પ્લેનને નહીં જોઈ શકે.. .કમાલ છે. તે જણાવો મોદીજી જ્યારે ભારતમાં વરસાદ આવે છે તો સમગ્ર વિસ્તારમાં પ્લેન રડારમાંથી ગાયબ થઈ જાય છે કે શું?
મોદી કહે છે કે સેના તો મોદીની જ છે બીજા કોઈની નહીં. અહીં મંદસૌરમાં ખેડૂતો પર ફાયરિંગ કોને કર્યુ? જ્યારે તમે ખેડૂતોના દેવાં માફીની વાત કરી તો તમે અંબાણીનું દેવું માફ કરી દીધું. ખેડૂતોના દેવાં તો કોંગ્રેસ માફ કરે છે.
ભાષણ દરમિયાન રાહુલે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર પણ નિશાન સાધ્યું. રાહુલે કહ્યું કે કમલનાથે મને દેખાડ્યું કે શિવરાજ સિંહના પરિવારના બે લોકો રોહિત સિંહ અને નિરંજન સિંહના દેવાં કોંગ્રેસે માફ કર્યા, તેના પુરાવા પણ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY