અડાજણમાંથી ભારત-વેસ્ટનડીઝ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક ઝડપાયો અન્ય એક સટ્ટોડિયાને વોન્ટેડ જાહેર કરાયો

0
29

સુરત, તા.૨
ગઈ કાલે અડાજણ પોલીસે અડાજણ પાલ ગેલેક્ષી સર્કલ પાસે આવેલ સ્તુતિ રેસીડેન્સીના ત્રીજા માળે આવેલ બિલડીંગ નં.સી/૮ ફલેટ નં.૩૦૨માં ધમધમતા સટ્ટા-બેટીંગનું નેટવર્ક ઝડપી પડ્યું હતું અને ભારત-વેસ્ટનડીઝ વચે રમાયેલી પાંચમી વન-ડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક સટોડિયાને રૂ.૪૩ હજારની મતા સાથે ઝડપી પડ્યો હતો જયારે બીજાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અડાજણ પોલીસે ગઈ કાલે અડાજણ પાલ ગેલેક્ષી સર્કલ પાસે આવેલ સ્તુતિ રેસીડેન્સીના ત્રીજા માળે આવેલ બિલડીંગ નં.સી/૮ ફલેટ નં.૩૦૨માં રેઇડ કરી હતી રેઇડ દરમિયાન પોલીસે ભારત-વેસ્ટનડીઝ વચ્ચે રમાયેલી પાંચમી વન-ડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા જયેશભાઇ ગણેશભાઇ ચૌધરી.(ઉવ.૩૭.રહે.બિલડીંગ નં.સી/૮ ફલેટ નં.૩૦૨ ત્રીજા માળે સ્તુ.તિ રેસીડેન્સી ગેલેક્ષી સર્કલ પાસે પાલ અડાજણ સુરત.મૂળ રહે-ડાવોલગામ તા.ખેરાલુ. જી.મહેસાણા)ને ઝડપી પાડ્યો હતો આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી મોબાઇલ ફોન નંગ-૩ કિં.રૂ.૬૦૦૦, લેપટોપ નંગન્-૧ કિં.રૂ.૧૦,૦૦૦, રોકડા રૂ.૨૭૦૦૦ મળી કુલ્લે કિં.રૂ.૪૩,૦૦૦ની મત્તા કબજે કરી હતી તેમજ ભાગી છુટેલા અન્ય એક આરોપી િ-યાંક ઉર્ફે પિન્ટુગ દિનેશભાઇ ઠકકરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY