સંખેડા તાલુકા ના માછીપુરા ગામે વાઘ જેવા જંગલી પ્રાણીએ એ વાછરડી નો શિકાર કર્યો

0
62

મળતી માહિતી મુજબ તારીખ 23/04/2018 ના રાત્રી ના સમયે 1:30 કલાક ની આજુ બાજુ માછી નારણભાઈ ફોગટભાઈ રહેવાસી માછીપુરા તેમના ખેતર માં નવ ઢોર બાંધેલ હતા તેમાંથી એક વાછરડી નું વાઘજેવા પ્રાણી એ શિકાર કર્યો હતો.ખેતર મલિક નારણભાઈ નું એવું કહેવું છે કે વાઘ જેવું જંગલી પ્રાણી અને તેના બચ્ચા એ મારી વાછરડી નો શિખર કર્યો છે તેમજ માછીપુરા ગામે આવો ચોથો બનાવ બન્યો હોવાની જાણ મળેલ છે. તેમજ તેમના ખેતર માં વાઘ જેવા પ્રાણી ના પંજા પણ જોવા મળેલ છે, વાછરડી શિકાર કર્યો હોવાની જાણ ગામ માં ખબર પડતાં ગામજનો જોવા માટે ઉમટી પડ્યા હતા. જેથી ગ્રામજનો માં ભય નો માહોલ ફેલાયો છે

સંખેડા,
રિપોર્ટર, પ્રતીક માછી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY