બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધોના ૭૦ વર્ષ થયા છે વિન્ડીઝની સામે ભારત ૧૬ વર્ષથી ટેસ્ટ શ્રેણી હાર્યુ નથી

0
14

રાજકોટ,તા. ૩
રાજકોટમાં આવતીકાલથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. વર્ષ ૨૦૧૬માં છેલ્લી શ્રેણી રમાઇ હતી. બંને ટીમો જારદાર તૈયારી કરી રહી છે. બંને દેશો વચ્ચે હજુ સુધી કુલ ૯૪ ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૧૮ અને વેસ્ટ ઇન્ડિઝે ૩૦ ટેસ્ટ મેચજીતી છે. બંને ટીમો વચ્ચે ૪૬ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. બંને ટીમો જારદાર દેખાવ કરવા માટેની તૈયારીમાં છે. દેવેન્દ્ર બિસુ, ગાબ્રિયેલ, કિરેન પોવેલ, ક્રેગ બ્રેથવેઇટ પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બીજી બાજુ વિરાટ કોહલી પણ વધુ એક રેકોર્ડ બનાવવા મેદાનમાં ઉતરશે. ઇન્ડિઝ સામે બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં કોહલી ૧૫ સભ્યોની ટીમનું નેતૃત્વ કરનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જારદાર દેખાવ કરવા માટે તૈયાર છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ અંકદરે નબળી દેખાઇ રહી છે. જા કે ટેસ્ટ ક્રિકેટમાં તેની ટીમ કોઇ પણ સમય જારદાર દેખાવ કરી શકે છે. ટીમમાં કેટલાક પ્રતિભાશાળી ખેલાડી રહેલા છે.વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલા ભારતીય ટીમ પર પ્રભુત્વ ધરાવતી હતી. જ્યારે ક્લાઇવ લોઇડના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હતી ત્યારે તેમની ટીમ ખુબ શક્તિશાળી હતી. એ વખતે ભારતીય ટીમ પ્રમાણમાં નબળી હતી. વેસ્ટ ઇન્ડિઝના બોલરોનુ પ્રભુત્વ રહેલુ હતુ. વિન્ડીઝની ટીમમાં માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટસ અને અન્ય બોલરો હતા. જે શક્તિશાળી હતા. તેમની સામે રમવામાં તો દરેક બોલરોને તકલીફ પડતી હતી. રાજકોટમાં વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ પહોંચી ગયા બાદ હાલમાં પ્રેકટીસમાં વ્યસ્ત હતા. ભારત અને વિન્ડિઝ વચ્ચે ક્રિકેટ સંબંધોની શરૂઆતને ૭૦ વર્ષ પુરા થઇ રહ્યા છે. ૧૯૪૮માં ભારત સ્વતંત્ર થયા બાદ ઇન્ડિઝ અને ભારત વચ્ચે નવેમ્બરમાં પ્રથમ શ્રેણી રમાઈ હતી. ભારતની ક્રિકેટ સફર ૧૯૩૨માં શરૂ થઇ હતી. ત્યારબાદ આગામી ત્રણ સિરિઝ ઇંગ્લેન્ડ સામે રમાઈ હતી. ભારતનો પ્રવાસ વેસ્ટઇન્ડિઝે ૧૯૪૮-૪૯માં કર્યો હતો. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ૧-૦થી જીતી હતી. બંને દેશો વચ્ચે ૯૪ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે. ભારતે છેલ્લા ૧૬ વર્ષમાં વિન્ડિઝ સામે કોઇપણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY