રાજકોટ,તા.૬
ભારતે અહીં સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શનિવારે વેસ્ટ ઇન્ડિઝને પ્રથમ ઈનિંગ અને ૨૭૨ રનથી હરાવ્યું હતું. ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં ૯ વિકેટ ગુમાવી ૬૪૯ રન કર્યા હતાં. ત્યારબાદ વેસ્ટ ઇન્ડિઝ ટીમ પ્રથમ ઈનિંગમાં ૧૮૧ રન પર ઓલઆઉટ થઈ હતી અને બીજી ઈનિંગમાં સરેરાશ દોઢ દિવસમાં મહેમાન ટીમને ૧૯૬ રન આપી ભારતીય ટીમે વિજય મેળવ્યો છે. મહેમાન ટીમ બીજી ઇનિંગમાં ૫૦.૫ ઓવર રમી.
બીજી ઈનિંગમાં ભારત માટે કુલદીપ યાદવે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ૫૭ રન આપી પાંચ વિકેટ પ્રાપ્ત કરી છે. પ્રથમ ઈનિંગમાં સૌથી વધુ ચાર વિકેટ લેનાર રવિચંદ્રન અશ્વિને બીજી ઈનિંગમાં ૨ વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ લીધી હતી.
વેસ્ટ ઇન્ડિઝ માટે બીજી ઈનિંગમાં સલામી બેટ્સમેન કેરન પાવેલે સર્વાધિક ૮૩ રન બનાવ્યાં. જેના માટે તેમણે ૯૩ બોલમાં ૮ ચોગ્ગા તથા ૪ છગ્ગા લગાવ્યાં. વેસ્ટ ઇન્ડિઝ માટે પ્રથમ ઈનિંગમાં રોસ્ટન ચેજે ૫૩ અને કીમો પાલે ૪૭ રન બનાવ્યાં. ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં કેપ્ટન વિરાટ કોહલીએ ૧૩૯, પૃથ્વીએ ૧૩૪, જાડેજાએ અણનમ ૧૦૦, પુજારાએ ૮૬ રનની ઈનિંગ રમી હતી. અને આ જ કારણે મહેમાન ટીમ પહાડ જેવો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહીં હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




