ઇસ્લામાબાદ,તા.૬
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ડોપિંગ વિરોધી નિયમોમનું ઉલ્લંઘન કરવાના મામલામાં બેટ્સમેન અહમદ શહજાદ પર ચાર મહીનાનો પ્રતિબંધ લગાવી દીધો છે. રિપોર્ટ અનુસાર, શહજાદ પર આ પ્રતિબંધ ૧૦ જુલાઇથી લાગૂ છે. બોર્ડે પાકિસ્તાન કપ દરમ્યાન ડોપ ટેસ્ટમાં ફેલ થયા બાદ શહજાદને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
શહજાદ પર લાગેલો આ પ્રતિબંધ હવે ૧૦ નવેમ્બરે સમાપ્ત થશે. પાકિસ્તાન માટે ૧૩ ટેસ્ટ, ૮૧ વનડે અને ૫૭ ટી- ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર શહજાદે પીસીબી દ્વારા લગાવવામાં આવેલ આરોપનો સ્વીકાર કરી લીધો હતો. જાકે, તેમણે સાથે આવું પણ કહ્યું હતુ કે દગો આપવો કે શારીરિક શક્તિ વધારવાનો તેમનો કોઇ ઇરાદો ન હતો.
પીસીબીના ચેરમેન એહસાનમની એ કહ્યું, ક્રિકેટમાં ડોપિંગને લઇને પીસીબીની નીતિ જીરો ટોલેરેન્સની છે. આશા છે કે ભવિષ્યમાં ક્રિકેટર આ વસ્તુને લઇને સાવધાની રાખીશું કે કોઇપણ પ્રતિબંધિત પદાર્થ તેમના સંપર્કમાં નહીં આવે. પાકિસ્તાન બોર્ડ મુજબ મેં મહીનામાં તેમનો યુરિન સેમ્પલ લેવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





