રાજકોટ,તા.૨૬
ચોથી ઓક્ટોબરથી રાજકોટમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટેસ્ટ મેચ રમાવાની છે. આ માટેની તૈયારીઓ જારશોરથી શરૂ થઈ ચૂકી છે. એસસીએની યાદીમાં જણાવાયું હતું કે વેસ્ટ ઇન્ડીઝ અને ભારતની ટીમ પહેલી ઓક્ટોબરે રાજકોટ આવી પહોંચશે. તેઓ બીજી અને ત્રીજીએ નેટ પ્રેક્ટીસ કરશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વેસ્ટ ઇન્ડીઝની ટીમ વડોદરાથી બાય રોડ રાજકોટ આવશે અને ભારતની ટીમના ખેલાડીઓ સીધા અહીં જ એકત્રિત થશે. બીજી ઓક્ટોબરે સવારે ૯.૦૦થી ૧૨.૦૦ દરમિયાન એસસીએ સ્ટેડિયમ પર વેસ્ટ ઇન્ડીઝની ટીમ નેટ પ્રેક્ટીસ કરશે.
બપોરે ૨.૦૦થી ચાર દરમિયાન નેટ પ્રેક્ટીસ કરશે. રાષ્ટ્રીય ક્રિકેટ એસોસિએશન સ્ટેડીયમ ખાતે ત્રીજી ઓક્ટોબરે સવારે ૯.૦૦થી ૧૨.૦૦ ભારતની ટીમ નેટ પ્રેક્ટીસ કરશે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ બપોરે ૨.૦૦થી પાંચ દરમિયાન પ્રેક્ટીસ કરશે. આંતરરાષ્ટ્રીય મેચને લીધે રાજકોટના ક્રિકેટ રસિયાઓમાં અત્યારથી ઉત્સાહ જાવા મળી રહ્યો છે.
આ પહેલા રાજકોટમાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમાઈ છે. તે ઇન્ગ્લેન્ડ અને ભારત વચ્ચે. ૯, નવેમ્બર ૨૦૧૬થી મેચ આરંભાઈ હતી. આગલે દિવસે જ નોટબંધી લાદવામાં આવેલી હોવાથી પ્રથમ બે દિવસ પ્રેક્ષકોનો ધસારો ખૂબ ઓછો રહ્યો હતો. જાકે જેમ-જેમ મેચ જામતી ગઈ તેમ ટ્રાફિકમાં વધારો થયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




