યુવતીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરનાર યુવકની ધરપકડ

0
12

રાજકોટ,તા.૧૯
રાજકોટની કૌશાબેન હાર્દિકભાઇ ઝાલાવડીયાએ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અજાણ્યા શખ્સે હેક કરતા રાજકોટ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. કૌશાબેનના ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ વધારે હોય સાણંદના શખ્સે તેને હેક કરી ૨૦થી ૨૫માં વેચવા કાઢ્યું હતું. પરંતુ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
સાણંદથી ઝડપાયેલા કુલદીપસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા (ઉ.૨૦)ને પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, હું બી.એ..ના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરૂ છું. કૌશાબેનના ઇન્સ્ટાગ્રામના ૧ લાખ ૭૦ હજાર ફોલોઅર્સ હોય ઝેડ શેડો ઇન્ફો નામની એપ્લીકેશન ઇન્ટરનેટમાંથી ડાઉનલોડ કરી હતી. આ એપ્લીકેશન કેવી રીતે કામ કરે છે તે યુટ્યુબમાંથી શીખી હતી. આ એપ્લીકેશનના માધ્યમથી લિંક ક્રિએટ કરી કૌશાબેનના ઇન્સ્ટાગ્રામ પર તે લિંક મોકલી યુઝર આઇડી અને પાસવર્ડ મેળવી એકાઉન્ટ હેક કર્યું હતું. હેક કરેલા આઇડીના ફોલોઅર્સ ૧ લાખ ૭૦ હજાર હોય જેથી તે વેંચવા માટે ૨૦થી ૨૫ હજારનો ભાવ નક્કી કર્યો હતો. પોલીસે આ સિવાય આરોપી દ્વારા બીજા કેટલા એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY