મેડ્રીડ,તા.૧૯
સ્પેન આઇલેન્ડ પર આવેલા ટૂરિસ્ટ ટાઉન મેસા ડી મારમાં આવેલા વાવાઝોડાંના કારણે અનેક બિલ્ડિંગ્સને નુકસાન થયું છે. સમુદ્રમાં આવેલા ઉગ્ર તોફાનના કારણે દરિયાના મોજા એક હોલિડે એપાર્ટમેન્ટના ત્રીજાં માળ સુધી પહોંચી ગયા હતા. સમુદ્રમાં આવેલા તોફાનના કારણે ૬૫ એપાર્ટમેન્ટને ખાલી કરાવી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. કેનેરી આઇલેન્ડ અને ટેનેરિફના કેટલાંક વિસ્તારોમાં વાવાઝોડાંના એલર્ટને ઘટાડ્યા બાદ મેસા ડી મારના મોટાંભાગના વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
ટેકોરોન્ટે મ્યુનિસિપાલિટીના મેયર અલ્વારો ડેવિલાના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઇને ગંભીર ઇજા કે જાનહાનિ નથી થઇ. આઇલેન્ડના નોર્થ કોસ્ટમાં આવેલી બે બિલ્ડિંગ્સમાંથી અંદાજિત ૩૯ લોકોને બચાવવામાં આવ્યા છે.
વાવાઝોડાંમાં ગેરિચિકો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે. ૪૦ ફૂટ ઉંચે ઉછળતાં દરિયાના મોજા બિલ્ડિંગ્સના ત્રીજાં માળ સુધી પહોંચી ગયા હતા અને બાલકનીઓ તૂટી ગઇ હતી.
જ્યારે પૂરના પાણી રસ્તાઓ પર ભરાઇ જવાના કારણે સ્થાનિકોએ અન્ય સ્થળે જવું પડ્યું હતું.
સાઉથમાં એડેજ હોલિડે સ્પોટ્સમાં આવેલી એક રિસોર્ટમાં પણ ઊંચા મોજાના કારણે બારીઓના કાચ તૂટી ગયા હતા. જા કે, અહીં પણ કોઇને ગંભીર ઇજા થઇ હોવાના સમાચાર નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






