ત્રણેય આરોપી પાસેથી કુલ ૩,૭૬,૪૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો
રાજકોટ,તા.૨૫
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આંતર રાજ્ય ઘરફોડ અને વાહન ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. આ ત્રણેય શખ્સો મધ્યપ્રદેશના છે. પોલીસ તેમની પાસેથી ૩,૭૬,૪૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ૨૭ ચોરીનો ભેદ ઉકેલી ત્રણેય શખ્સ વિરૂદ્ધ ાગળની કાર્યવાહી હાથ ધરી છે.
આંતર રાજ્ય ઘરફોડ અને વાહનો ચોરી કરતા જગદીશઅંગા પ્રભુલાલ ઠાકુર, પ્રકાશ ઉર્ફે કાળુ દેવીપ્રસાદ કુસવા અને હેમંત રમેશભાઇ ઓલીની ધરપકડ કરી છે. તેઓ પાસેથી સોનાના અલગ અલગ દાગીના સોનાનુ ડોકયુ, સોનાનો ચેઇન, સોનાની બંગડી, સોનાની બુટી જોડી-૨, સોનાનુ પેન્ડલ, સોનાની વીંટી નંગ-૨ મળી કુલ સોનાના દાગીના કિ.રૂ.૨,૦૩,૯૫૦ તથા રોકડ રૂ.૮૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૨,૮૮,૯૫૦ તથા એક્સેસ મો.સા. GJ 21 AL 6686 કિ.રૂ.૨૦,૦૦૦, એકસેસ મો.સા. નંબર GJ 21 AL 6686 કિ.રૂ.૧૦,૦૦૦, હીરોહોન્ડા સ્પ્લેન્ડર મો.સા. GJ 01 DB 5094 કિ.રૂ.૧૦,૦૦૦/-, એક્સેસ મો.સા. GJ 04 CG 6162 કિ.રૂ.૩૦,૦૦૦ તથા એકસેસ મો.સા. નંબર GJ 15 AG 9649 કિ.રૂ.૧૫,૦૦૦ મળી કુલ પાંચ મો.સા. કુલ કિ.રૂ.૮૫,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૨૫૦૦ મળી કુલ સોનાના દાગીના તથા વાહનો તથા મોબાઇલ ફોનની કિ.રૂ. ૩,૭૬,૪૫૦ના મુદામાલ સાથે મળતા જે મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





