ભરૂચના ઝણોર ગામ ખાતે જી.આઇ.ડી.સીના વોટર સપ્લાય પ્લાન્ટમાં એકાએક અજગરે દેખા દેતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.જો કે જીવદયા પ્રેમી અને વનવિભાગને જાણ કરાતા અજગરને ઝડપી લેતા ગ્રામજનો એ રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચના ઝણોર જીઆઇડીસીના વોટર સપ્લાય પ્લાન્ટમાં અજગર દેખા દીધી હતી.એકાએક અજગર દેખાતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.અજગર હોવાની જાણ સ્થાનિકે વન વિભાગને કરી હતી.પ્લાન્ટમાં અજગર દેખાયાની જાણ થતાં જ વનવિભાગ અને જીવદાયપ્રેમીના કર્મીઓ સંજય પટેલ, સુનિલ પરમાર,શૈલેષ સોલંકી અને વનવિભાગના અસલમ નિયાક્તે ભારે જહેમત ઉઠાવી તાત્કાલિક વોટર સપ્લાય પ્લાન્ટ ઉપર પહોંચી જઈ રેસ્ક્યુ કરીને અજગરને પકડી લીધો હતો.
ઝડપાયેલો અજગર આશરે ૧૦ કીલો વજન ધરાવતો તેમજ ૬ ફૂટ લાંબો હતો.અજગરને પકડી તેને નીલકંઠ નર્સરી લાવી વન વિભાગના આર.એફ.ઓ એ.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ તેને પુન: જંગલમાં છોડવાની દ્વારા કવાયત હાથ ધરી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







