આખા મહિનાનું ઈનવોઈસની જગ્યાએ જીએસટીઆર-૨ ફોર્મ આપી રિફંડનો દાવો કરી શકશે

0
6

ન્યુ દિલ્હી,તા.૬
નાણા મંત્રાલયે કારોબારને વધુ સરળ બનાવવા માટે મોટી રાહતનું એલાન કર્યું હતું. મંત્રાલયે જણાવ્યું કે આ નવા પગલાંથી જીએસટી રિફંડનો દાવો વધુ સરળ બની જશે. કારોબારીઓ હવે કર અધિકારીઓને આખા મહિનાનું ઈનવોઈસ આપવાની જગ્યાએ માત્ર જીએસટીઆર-૨એ ફોર્મની પ્રિન્ટ આપીને રિફંડનો દાવો કરી શકશે.
મંત્રાલયે પોતાના સ્પષ્ટીકરણમાં જણાવ્યું કે જીએસટીઆર-૨એ સિસ્ટમમાં પોતાની રીતે નીકળતાં લેખા-જાખા છે જે કારોબારી અને સપ્લાયર વચ્ચેની લેવડ-દેવડ સાથે જાડાયેલો હોય છે. કર અધિકારી માટે આ ફોર્મ સંબંધિત કારોબારીને થનારી તમામ આવકને પૂરાવા માનવામાં આવશે જેના પર રિફંડનો દાવો કરનારા ઈનપુટ કર ક્રેડિટ મેળવી શકશે. સૂત્રોના જણાવ્યા મુજબ એવું પણ થઈ શકે છે કે સપ્લાયર દ્વારા જીએસટીઆર-૧ દાખલ નહી કરવા અથવા મોડું કરવા પર જીએસટીઆર-૨એમાં તમામ ઈનવોઈસનું વિવરણ ન હોય પરંતુ તેનો ઉલ્લેખ ઈનપુટ ટેક્સ ક્રેડિટમાં કરવામાં આવ્યો હોય તો તે દાવો કરી શકે છે.
આ પગલાથી કારોબારીઓને આખો મહિનો ઈનવોઈસ આપવાના ભારેભરખમ ઝંઝટમાંથી છૂટકારો મળવાની સાથે જ જીએસટીઆર-૧ અથવા જીએસટીઆર-૩બીમાં મોડું અથવા ભૂલ થવાની સંભાવના પણ ખતમ થઈ જશે. તેનાથી કારોબારી ખુદ પર લાગતાં દંડથી પણ બચી શકશે કેમ કે જીએસટી નોટિસ મળ્યાનું મુખ્ય કારણ દાખલ કરાયેલા રિટર્ન સાથે મેળ ન થવાનું હોય છે.
જે કારોબારીઓનું ટર્નઓવર ૧.૫૦ કરોડ રૂપિયાથી વધુ છે તેમને ૧૧ સપ્ટેમ્બર સુધી ઓગસ્ટનું જીએસટીઆર-૧ રિટર્ન દાખલ કરવાનું રહેશે. પહેલાં આ દર મહિનાની ૧૦ તારીખ સુધી દાખલ થઈ શકતું હતું પરંતુ આ વખતે સરકારે ડેડલાઈન વધારી દીધી છે અને એક દિવસ વધારાનો આપ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY