બગદાદ,તા.૨૬
ઈરાકમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને લીધે બે દિવસમાં તબાહીનું મંજર સામે આવી ગયું છે. માત્ર બે દિવસમાં જ આ વિનાશક પૂરના ઓછામાં ઓછા ૨૧ લોકો મૃત્યુ પામ્યા છે. રવિવારે આ જાણકારી ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલય અને સંયુક્ત રાષ્ટ્રએ આપી હતી.
ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ-બદ્રએ જણાવ્યું હતું કે, મરનાર લોકોમાં મહિલાઓ અને બાળકો પણ શામેલ છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, આ પૂરને લીધે ૧૮૦ લોકો ઘાયલ થયા છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા મુજબ, સલાહાદ્દીન પ્રાંતમાં કુલ ૧૦,૦૦૦ હજાર લોકો અને નિનેવેહમાં ૧૫,૦૦૦ લોકોને તત્કાલ મદદ પહોચાડવાની જરૂરત છે.
બીજી બાજુ પ્રધાનમંત્રી અબ્દેલ મહદીએ શુક્રવારે ઘોષણા કરી હતી કે, લોકોની મદદ માટે સુરક્ષાબળો, સ્થાનીય અધિકારીઓનો એક સંકટ પકોસ્ઠ સ્થાપિત કરવાના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







