દાહોદ,તા.૨૬
ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં દિપડાનો આતંક વધ્યો છે. ત્યારે દાહોદના ધાનપુરમાં નાવભક્ષી દિપડાએ મહિલા ઉપર હુમલો કરીને તેનું મોત નિપજાવતા લોકોમાં ભય ફેલાયો છે. આ માનવભક્ષી દિપડાએ છ દિવસમાં પાંચ વ્યકિતઓ ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ધાનપુરના ભાણપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી માનવભક્ષી દિપડાએ ધામા નાખ્યા છે. તેમજ ખેતરમાં છુપાઈને કામ કરતા શ્રમજીવીઓ ઉપર હુમલો કરે છે. જેના પરિણામે લોકો ભયભીત થઈ ગયા છે. દરમિયાન દિપકડાએ શ્રમજીવી પરિવારની મહિલા ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલી મહિલાનું મોત થયું હતું. આ બનાવની જાણ થતા લોકો દોડી ગયા હતા. તેમજ હાલકા પડકારા કરીને દિપડાને ભગાડ્યો હતો. આ બનાવને પગલે ભાણપુર અને તેના આસપાસના વિસ્તારના લોકોમાં પણ ભય ફેલાયો છે. દિપડાએ ગામમાં ધામા નાખ્યા હોવાથી લોકો રાત્રિના સમયે પણ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે. એટલું જ નહીં માનવ ભક્ષી દિપડાના ભયના કારણે લોકો પોતાના સંતાનને બહાર રમવા જતા અટકાવે છે.
દિવડાના હુમલામાં મહિલાનું મોત થતા ગ્રામજનોએ પાંજરા મુકીને માનવભક્ષી દિપડાને ઝડપી લેવા માંગણી કરી છે. આ દિપડાએ છ દિવસમાં પાંચ વ્યકિતઓ ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર સહિતના ગ્રામિણ વિસ્તારમાં દિપડાઓ ખેતરમાં કામ કરતા શ્રમજીવી પરિવાર ઉપર હુમલા કરે છે. એટલું જ નહીં અવાર-નવાર દિપડો હુમલો કરીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ જાય છે
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





