ન્યુ દિલ્હી,તા.૧૭
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એ વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ માટે ભારતીય અર્થવ્યવસ્થાનાં વૃદ્ધિ દર અનુમાનમાં ઘટાડો કર્યો છે. જા કે તેમ છતા પણ ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ દુનિયાની સરેરાશથી વધારે અને સૌથી ઝડપી રહેશે.
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડએ પોતાના તાજેતરનાં વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂકમાં વર્ષ ૨૦૧૮નાં વૃદ્ધિ દરમાં ૦.૧ ટકાનો ઘટાડો કર્યો છે અને અનુમાન લગાવ્યું છે કે ભારતનો વૃદ્ધિ દર ૭.૩ ટકા રહેશે. આ જ રીતે વર્ષ ૨૦૧૯ માટે ૦.૩ ટકાનો ઘટાડો કર્યો છે અને આર્થિક વૃદ્ધિ દર ૭.૫ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. આ પહેલા ઇન્ટરનેશનલ મોનિટરી ફંડએ વર્ષ ૨૦૧૮માં ભારતીય અર્થવ્યવસ્થામાં ૭.૪ ટકા અને વર્ષ ૨૦૧૯માં ૭.૮ ટકા વધારો થવાનું અનુમાન લગાવ્યું હતુ.
કાચા તેલની વધી રહેલી કિંમતો, ડાલર સામે નબળો રૂપિયો અને મોંઘવારી જેવી સમસ્યાને કારણે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ ભારતીય અર્થવ્યવસ્થાની પ્રગતિનાં અનુમાનમાં ઘટાડો કરી રહી છે. જા કે સારી વાત એ છે કે આ ઘટાડા છતા ભારત આ ૨ વર્ષોમાં સૌથી ઝડપી આગળ વધનારી અર્થવ્યવસ્થા રહેશે. આની સરખામણીમાં ચીનમાં ૨૦૧૮માં ૬.૬ ટકા અને ૨૦૧૯માં ૬.૪ ટકા અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર રહેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"







