ન્યુ દિલ્હી,તા.૧૯
ગુજરાતના પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટે આરોપ લગાવ્યો છે કે તેમના પતિ સંજીવની ૫ સપ્ટેમ્બરે પોલીસ દ્વારા અટકાયત કરાયા બાદ તેમની કોઇ ભાળ મળી નથી. શ્વેતા ભટ્ટે શનિવારે ટીવટ કરીને જણાવ્યું હતું કે ” આજે મારી પાસે લખવા માટે કંઇ જ નથી. કોઇ અપડેટ પણ નથી અને મને એ પણ નથી ખબર કે સંજીવ કઇ સ્થિતિ માં છે. વિતેલા ૧૨ દિવસથી મેં તેમને જાયા નથી અને તેમની કોઇ જાણકારી પણ મળી નથી. મને ખબર નથી પડતી કે સંજીવે શું કર્યુ છે? તે દેશના લોકોનો અવાજ છે અને તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
તેમણે જનતાને સંબોધતા ટીવટ કરી હતી કે એ લોકોને બતાવીએ કે તમે સંજીવનો અવાજ દબાવશો તો બીજા હજારો લોકો ઉભા થઇ જશે. હવે સમય આવ્યો છે કે જે આપણા માટે લડ્યા છે તેમના માટે આપણે લડીએ.
ઉલ્લેખનીય છે કે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને ગુજરાત સીઆઇડીએ ૫ સપ્ટેમ્બરે ૨૨ વર્ષ જુના કેસમાં ધરપકડ કરી હતી. પૂર્વ આઇપીએસ અને અન્ય ૭ને ૨૨ વર્ષ પહેલાં ડ્રગ્સ રાખવા બદલ એક શખ્સની ધરપકડ મામલે પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
આ મામલે ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે પૂછપરછ પછી તરત જ ભટ્ટને અરેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય લોકોની અટકાયત યથાવત રાખવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



