ઇસ્લામિક સ્ટેટના માસ્ટરમાઇન્ડ અબુ જાહીનો ઈરાકમાં ખાત્મો કરાયો

0
13

તહેરાન,તા.૧૭
ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટના માસ્ટરમાઇન્ડ અબુ જાહીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. ઇરાકના દિયાલાહ પ્રાંતમાં ઇરાકના પ્રતિકારક દળો દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં ઇસ્લામિક સ્ટેટના પાંચ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા, જેમાંથી એકની ઓળખ ઇસ્લામિક સ્ટેટના માસ્ટરમાઇન્ડ અબુ જાહી તરીકે કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે ગત મહિને દક્ષિણ ઇરાનના અહવાજ શહેર પર કરાયેલા હુમલામાં અબુ જાહીનો હાથ હતો. તેની આગેવાનીમાં ઇરાન સૈન્ય પરેડ પર હુમલો કરાયો હતો જેમાં ૨૪ લોકોની મોત થઇ હતી.
ઇરાનના રિવોલ્યુશિનરી ગાડ્‌ર્સે અબુ જાહીની મોતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે પ્રતિકારક શબ્દનો ઉપયોગ ઇરાક અને સિરીયામાં ઇરાનના સમર્થનમાં મિલિશિયા દ્વારા ચલાવામાં આવી રહેલા અભિયાન માટે કરવામાં આવે છે, જેને ઇરાનના રિવોલ્યુશિનરી ગાડ્‌ર્સ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.
અબુ જાહી ઇસ્લામિક સ્ટેટનો કુખ્યાત આતંકવાદી હતો. ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટના વર્ચસ્વને ટકાવી રાખવામાં તેનો મોટો ફાળો માનવામાં આવે છે. અહલાજમાં સૈન્ય પરેડ પર કરાયેલા હુમલાનો તે માસ્ટરમાઇન્ડ હતો. જેની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ અને અહવાજ નેશનલ રેઝિસ્ટેન્સ નામના સંગઠને લીધી હતી.
આ પહેલા ઇરાને ઓક્ટોબરની પહેલી તારીખે સિરીયામાં સક્રિય જેહાદીઓ પર બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યાની જાહેરાત કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY