ઇટાનગર,તા.૨૪
અરુણાચલ પ્રદેશમાં રાજ્યની બહારના લોકોને અનુસચિત જનજાતિનો દરજ્જો આપવાના વિરોધમાં હિંસા ફાટી નીકળી છે, અહીં સ્થિતિ તંગ છે, રવિવારે બપોરે એક વાગ્યાની આસપાસ રોષે ભરાયેલા દેખાવકારોએ ડેપ્યુટી સીએમ ચૌને મેનના બંગલા પર હુમલો કર્યો હતો, અહીં પા‹કગ કરેલી એક કારમાં આગ લગાવાઇ તો બંગલા પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
ઇટાનગર જિલ્લા પ્રશાસનના રિપોર્ટ પ્રમાણે ડેપ્યુટી સીએમની એક ગાડીને દેખાવકારોએ આગ લગાવી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી પ્રેમા ખાંડુના ઘરની બહાર આઇટીબીપીના જવાનો અને દેખાવકારો વચ્ચે હિંસક ઘર્ષણ પણ સર્જાયું હતું.
આ દરમિયાન દેખાવકારોએ રાજ્યના પર્યાવરણ તથા વનમંત્રી નબામ રેબિયાના ઘર પર પણ આગ લગાવી દીધી. નબામ રેબિયા પીઆરસી જાઇન્ટ પાવર હાઇ કમિટીના ચેરમેન પણ છે.
સતત વધી રહેલા તણાવને ધ્યાને રાખી ડેપ્યુટી સીએમ ચૌના મેનને રવિવારે સવારે ઇટાનગરથી નામસાઇ જિલ્લામાં શિફ્ટ કરવામાં આવ્યા. આ સિવાય દેખાવકારોએ જિલ્લા આયુક્તના આવાસ પર પણ પથ્થરમારો કર્યો.
શુક્રવારે રાતે પોલીસની ફાયરિંગમાં એક વ્યકિતનું મોત થયા બાદ ઇટાનગરમાં તણાવ વધી ગયો છે, પ્રદર્શનકારી સિવિલ સેક્રેટેરિએટમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, આ દરમિયાન પોલીસે તેઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




