ઉત્તરાખંડના બારાહોતીમાં ચીને ફરીવાર કરી ઘુસણખોરી : આટીબીપી રિપોર્ટ

0
18

ન્યુ દિલ્હી,તા.૧૨
ચીની સૈનિક સતત ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરે છે. ભારતની ચેતવણી છતાંય ચીનનું અડિયલ વલણ બદલાવાનું નામ લઇ રહ્યાં નથી. એક વખત ફરીથી ચીને ભારતની ધરતીમાં ઘૂસવનાની કોશિષ કરી છે.
ભારત અને ચીનની વચ્ચે છેલ્લાં ઘણા સમયથી સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે. ચીન સતત દોસ્તીનો દાવો કરે છે પરંતુ તેની ચાલ કંઇક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ITBPના એક રિપોર્ટ પ્રમાણે ચીને આૅગસ્ટ મહિનામાં ત્રણ વખત ભારતની ધરતી પર ઘૂસણખોરી કરી છે.
ચીને ઉત્તરાખંડના બારાહોતીમાં ૬ આૅગસ્ટ, ૧૪ આૅગસ્ટ, અને ૧૫ આૅગસ્ટના રોજ ઘૂસણખોરી કરી. આ દરમ્યાન ચીનની સેના ITBPના સૈનિક અને કેટલાંક સિવિલિયન, બારાહોતીની રિમખિમ પોસ્ટ નજીક દેખાયા હતા.
રિપોર્ટના મતે ચીની સૈનિક અંદાજે ૪ કિલોમીટર સુધી ભારતીય સરહદની અંદર ઘૂસી આવ્યા હતા. રિપોર્ટનું માનીએ તો જ્યારે દેશ આઝાદીનો જશ્ન મનાવી રહ્યું હતું ત્યારે ચીનના સૈનિક ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી રહ્યાં હતા.ITBP કડક વિરોધ બાદ ચીનના સૈનિક અને તેમના નાગરિક પાછા ગયા હતા.
ચીન અને ભારતની વચ્ચે આની પહેલાં ડોકલામને લઇ વિવાદ થઇ ચૂકયો છે. અહીં ૭૨ દિવસ માટે ભારત અને ચીનની સેના સામ-સામે હતી. જા કે આ વિવાદ બાદમાં ઉકેલાઇ ગયો હતો પરંતુ આ દરમ્યાન માહોલ એકદમ ગરમાયો હતો. બંને દેશોની સરકારો સતત બોર્ડર પર શાંતિની વાતો કહેતા રહ્યાં છે, જા કે જમીન પર તસવીર કંઇક અલગ જ નજર આવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY