ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે

0
80

ગાંધીનગર,તા.૧૩
લાખો શ્રદ્ધાળુઓ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા હતા તે ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રયયાત્રા આવતીકાલે શનિવારના દિવસે ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે નીકળશે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભારતીય અખાડા પરિષદના મોટા સંતો-મહંતો અને કુંભમેળાના સાધુ-સંતો હાજરી આપનાર છે. જે બહુ નોંધનીય વાત છે. આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ માટે બનારસ, વૃંદાવન સહિતના પવિત્ર સ્થળોએથી સુંદર અંલકારિક વસ્ત્રો, પાઘડી અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા છે. આવતીકાલે રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે મંગળા આરતી યોજાનાર છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે, જયારે સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ખુદ જગતનો નાથ નગરચર્યાએ નીકળી તેના ભકતોને ઘેરબેઠા દર્શન આપે છે. ભારતીય લોક સંસ્કૃતિનું રથયાત્રા સર્વોચ્ચ પ્રતીક છે.
રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજા, ત્યાર પછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બનશે. સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦ થી ૧૫૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા રહેશે. આ રથયાત્રામાં ભાગ લેવા દેશભરમાંથી ૨૦૦૦થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટÙ સહિતના સ્થાનોએથી પધારશે.
આજ મોડી સાંજથી જ જેઓને જે તે પોઈન્ટ સોંપાયા છે તેનો કબ્જા સંભાળી લેશે. ટૂંકમાં કહીએ તો આ જ મધરાતથી સમગ્ર અમદાવાદ પોલીસના પંજામા આવી જશે.
રથયાત્રાના દિવસે વહેલી સવારે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાય છે, જેમાં પરંપરા મુજબ, ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીં હોય છે. રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરાશે.
અમદાવાદમાં ત્રણેય મુખ્ય રથ પાસે ચેતક કમાન્ડો સહિત ૪૦૦૦ જવાનોની કિલ્લેબંધી કરવામાં આવી છે. આ ઉપરાંત હથિયારોની સાથે કમ્મર પર પાવરફુલ કેમેરાઓ સાથેનું ખાસ સેલ બનાવામાં આવ્યું છે. અફવાખોરોને કાબુમાં રાખવા ૧૦૦ પોલીસનો નવો સ્કવોડ ઉભો કરવામાં આવ્યો છે.
રથયાત્રાની સુરક્ષામાં પોલીસ દ્વારા દર વર્ષે હાઈટેક સીસીટીવી કેમેરા અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે જ છે, પરંતુ આ વર્ષે પહેલી વાર ઇઝરાયલી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇઝરાયલની કંપની દ્વારા બનાવાયેલા હિલિયમ ડ્રોન બલૂનથી સમગ્ર રથયાત્રા પર ચાંપતી નજર રાખવામાં આવશે. દિલ્લી ચકલા આર. સી. ટેકનિકલ સ્કૂલ ખાતે આ હિલિયમ ડ્રોન બલૂન રાખવામાં આવ્યું છે.
ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં હિલિયમ ડ્રોન બલૂનનું ટેસ્ટિંગકરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ ખાતે પણ આધુનિક સિસ્ટમવાળા ડ્રોનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આધુનિક રડાર ટેક્નોલોજી ધરાવતું હિલિયમ ડ્રોન બલૂન સિસ્ટમ એડેલ્ટીવ જામિંગથી સજ્જ છે.
જા કોઈ ખાનગી ડ્રોન રથયાત્રાના રૂટ ઉપર નજરે પડશે તો તેને ડ્રોન બલૂનની મદદથી તેના મૂળ સ્થાન ઉપર પરત મોકલી આપશે અથવા તો તેને કેશ લેÂન્ડંગ કરીને અટકાવી દેશે. હિલિયમ ડ્રોન બલૂન લો ઓબ્જેક્ટિવને શોધવામાં સક્ષમ છે.
આ ઉપરાંત જગન્નાથ મંદિરથી લઈને સરસપુર મોસાળ સુધી સધન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન ૨૫,૦૦૦થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્ત માટે ગોઠવવામાં આવનાર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY