‘વ્યભિચાર કાયદો રદ થયો તો લગ્નપ્રથા પડી ભાંગશે: કેન્દ્રની સુપ્રિમને ચેતવણી

0
325

ન્યુ દિલ્હી,તા.૧૨
કેન્દ્રે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે અન્ય પુરુષની પત્ની સાથેના લગ્નેત્તર સંબંધ બાંધનારા માત્ર પુરુષને જ વ્યભિચાર બદલ સજા કરવાની જાગવાઇ ધરાવતી ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૭ને રદ કરવાથી લગ્નપ્રથાનો નાશ થશે.
ગૃહ મંત્રાલયે વ્યભિચારને દંડાત્મક ગુનો ગણતી ભારતીય દંડસંહિતાની કલમ ૪૯૭ની યોગ્યતાને પડકારતી અરજીને કાઢી નાખવાની વિનંતિ સર્વોચ્ચ અદાલતમાં નોંધાવેલા સોગંદનામામાં કરી હતી અને દાવો કર્યો હતો કે કાયદાની આ કલમ લગ્નપ્રથાને ટેકો આપે છે અને તેનું રક્ષણ કરે છે.
તેણે જણાવ્યું હતું કે ભારતીય દંડસંહિતાની કલમ ૪૯૭ અને સીઆરપીસીની કલમ ૧૯૮ (૨)ને રદ કરવાથી લગ્નપ્રથાની પવિત્રતાને નુકસાન પહોંચશે. ભારતીય સમાજમાં લગ્નને ઘણું મહત્વ અપાય છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય દંડસંહિતાની કલમ ૪૯૭માં સુધારા કરવાની બાબતમાં કાયદા પંચના અંતિમ અહેવાલની રાહ જાવાઇ રહી છે.
તેણે જણાવ્યું હતું કે વ્યભિચારને ગુનો નહિ ગણવામાં આવે તો તેનાથી લગ્નપ્રથા નબળી પડી શકે છે. ભારતીય દંડસંહિતાની કલમ ૪૯૭ ૧૫૮ વર્ષ જૂની છે અને તેમાં વ્યભિચારમાં માત્ર પુરુષને ગુનેગાર ઠેરવીને તેને પાંચ વર્ષ સુધીની જેલ કે દંડ અથવા બન્ને કરવાની જાગવાઇ છે. વ્યભિચારના આવા કિસ્સામાં મહિલા (પત્ની) ગુનેગાર નથી ગણાતી.
સર્વોચ્ચ અદાલતે વ્યભિચારના કાયદાની બંધારણીય યોગ્યતાને પડકારતી જાહેર હિતની અરજીનો ઉલ્લેખ કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY