જગનાથ મંદિરમાં બિનહિદુઓના પ્રવેશ મામલે શંકરાચાર્ય, ગજાપતિ રાજા દિબ્યસિંહનો વિરોધ

0
63

ન્યુ દિલ્હી,તા.૮
શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી અને ગજપતિ રાજા દિબ્યસિંહ દેવે શ્રીજગન્નાથ મંદિરમાં બિનહિંદુઓના પ્રવેશને મંજૂરી આપવાના પ્રસ્તાવ પર વિરોધ વ્યક્ત કર્યો છે. રાજા દિબ્યસિંહ દેવને ભગવાન જગન્નાથના પ્રથમ સેવક માનવામાં આવે છે. બારમી સદીમાં નિર્મિત આ મંદિરમાં હાલ પણ માત્ર હિંદુઓને જ પ્રવેશની મંજૂરી છે.
મંદિરમાં બિનહિંદુઓને પ્રવેશ મામલે ચર્ચા ત્યારે શરૂ થઈ કે જ્યારે સુપ્રીમ કોર્ટે ગુરુવારે શ્રીજગ્નાથ મંદિર પ્રબંધનને નિર્દેશ આપ્યો હતો કે તેઓ તમામ દર્શનાભિલાષીઓને ભગવાનની પૂજા-અર્ચના કરવા દે.. પછી આવા દર્શનાભિલાષી કોઈપણ ધર્મના હોઈ શકે છે. વિશ્વ હિંદુ પરિષદે પણ આના સંદર્ભે વાંધો વ્યક્ત કરીને કહ્યુ હતું કે તેઓ આના સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચારણા અરજી દાખલ કરશે.. જેથી અદાલત પોતાના પ્રસ્તાવ પર ફેરવિચારણા કરી શકે.
ગોવર્ધન પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યુ છે કે સનાતન ધર્મની સદી જૂની પરંપરાનું ઉલ્લંઘન કરીને શ્રી જગન્નાથ મંદિરમાં તમામને પ્રવેશની મંજૂરી આપવી તેમને સ્વીકાર્ય નથી. ગોવર્ધન પીઠના શંકરાચાર્ય શ્રી જગન્નાથ મંદિરમાં પંડિતોની ટોચની સંસ્થા મુક્તિ મંડપના પ્રમુખ હોય છે.
ગજપતિ રાજાએ કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટનો પ્રસ્તાવ એક વચગાળાના આદેશ જેવો છે. તેમણે કહ્યુ છે કે મંદિર પ્રબંધ સમિતિ રથયાત્રા બાદ આ મુદ્દા પર ચર્ચા કરશે અને શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન તેને અનુરૂપ પગલા ભરશે. વીએચપીના ઓડિશા એકમના કાર્યવાહક અધ્યક્ષ બદ્રીનાથ પટનાયકે કહ્યુ છેકે મંદિરને લઈને કોઈપણ પગલું ઉઠાવતા પહેલા પુરીના ગજપતિ રાજા દિબ્યસિંહ દેબ અને પુરીના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી સાથે ચર્ચાવિચારણા કરવી જોઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY