ગુફામાં ફસાયેલા ૧૨ બાળકોને બહાર કાઢવા ૧૮ ડાઈવર્સ રવાના

0
55

બેંગકોક,તા.૮
થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા ૧૨ બાળકો અને તેમની ફૂટબાલ કોચને બહાર કાઢવા માટે સૌથી મોટું ઓપરેશન શરૂ કરી દીધું છે. ૧૩ ઈન્ટરનેશનલ અને ૫ થાઈ નેવી સીલના મરજીવા ગુફામાં મોકલવામાં આવ્યા છે. એક બાળક બે મરજીવાની સાથે બહાર આવશે. પહેલા બાળકને બહાર આવવામાં ૧૧ કલાકનો સમય લાગી શકે છે. તમામ બાળકો એક સાથે બહાર આવી શકે તેમ નથી. ઓપરેશન ૨થી ૪ દિવસ સુધી ચાલશે.
શનિવારે ગુફામાં પાણી સૌથી ઓછા સ્તરે પહોંચી ગયું હતું. ત્યારબાદ અધિકારીઓએ આ નિર્ણય લીધો હતો. બાળકોને બહાર કાઢવા માટે આ સૌથી યોગ્ય સમય છે. અધિકારીઓએ કÌšં કે, ગુફાની અંદરના ભાગોમાં હવે ચાલી શકાય છે. મોટર પંપ મારફતે ગુફાથી હજારો લીટર પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.
અગાઉ એક અધિકારીએ જણાવ્યું કે, થાઈલેન્ડના મરજીવા આ મિશનનું નેતૃત્વ કરશે અને વિદેશી મરજીવા ઓક્સિજન ટેંક લગાવીને અંદર જશે. બચાવ દળમાં ઓસ્ટ્રેલિયા, બ્રિટેન, યૂરોપ અને એશિયાના અન્ય ભાગોમાંથી મરજીવાની ટૂકડીઓ બોલાવવામાં આવી છે.
થાઈલેન્ડની નૌસેના સીલના પ્રમુખ રિયર એડમિરલ એફાકોર્ન યૂ કોંગકેઉએ કહ્યુ હતું કે, ગુફામાં ઓક્સિજનું સ્તર ૧૫ ટકા સુધી ઘટી ગયું છે, જેના લીધે ગંભીર જાખમ વર્તાઈ રહ્યુ છે. ત્યારબાદ ઓક્સિજનની પાઈપ ગુફામાં લગાવવામાં આવી હતી.
ગવર્નરે કહ્યુ હતું કે, બચાવકર્મી માત્ર ત્યારે આ અભિયાનનો આરંભ કરશે, જ્યારે તેમના પર ઓછો ખતરો મંડરાતો હશે. થાઈલેન્ડની અંડર ૧૬ ફૂ઼ટબોલ ટીમના ૧૨ બાળકો અને તેમના ૨૫ વર્ષીય કોચ ૨૩ જૂનથી ગુફામાં ફસાયેલા છે.
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, ભારે વરસાદના કારણે ગુફામાં શરણ લીધી હતી અને વરસાદના કારણે ગુફાનો પ્રવેશ દ્વાર બંધ થઈ ગયો હતો. આ બાળકોની ઉંમર ૧૧થી ૧૬ વર્ષની વચ્ચે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY