૨૦૧૯માં જ્હાનની ધડાધડ છ ફિલ્મો આવશે..!!

0
11

મુંબઈ,તા.૨૩
પોખરણ અને સત્યમેવ જયતે હિટ નીવડયા બાદ અભિનેતા ફિલ્મ સર્જક જ્હાન અબ્ર્રાહમ પણ બીઝી કલાકાર બની ગયો છે. લેટેસ્ટ માહિતી મુજબ ૨૦૧૯માં જ્હાનની એેકસાથે છએક ફિલ્મો આવવાની શક્્યતા છે.
સિનિયર ટ્રેડ પંડિત તરણ આદર્શના એક અહેવાલ મુજબ છમાંની એેક ફિલ્મમાં જ્હાન પોતે પણ અભિનયની સાથોસાથ સહનિર્માતાની જવાબદારી અદા કરશે.
આ ઉપરાંત જ્હાનને લઇને ટી સિરિઝના ભૂષણ કુમાર, એમી એન્ટરટેઇનમેન્ટના નિખિલ અડવાણી, મોનીષા અડવાણી અને મધુ ભોજવાની જ્હાનને લઇને ફિલ્મો બનાવી રહ્યા છે અથવા પ્લાનિંગ કરી રહ્યા છે. આ બધી ફિલ્મો ૨૦૧૯માં રજૂ કરવાની એ લોકોની યોજના છે. આ બધાની સાથોસાથ સમર શેખ, કાશી નાયર અને રણજિત તિવારી પણ જ્હાન સાથે ફિલ્મો બનાવવા થનગની રહ્યા છે.
હાલ જાકે જ્હાન પાટનગર નવી દિલ્હીમાં બહુ ગાજેલા એન્કાઉન્ટર બાટલા હાઉસ પરથી બની રહેલી પોતાની ફિલ્મ પૂરી કરવાની ધમાલમાં પડયો છે. થોડા દિવસ પહેલાં બાટલા હાઉસનું પોસ્ટર રજૂ થયું હતું. બાટલા હાઉસમાં જ્હાન આ એન્કાઉન્ટરમાં મહત્વનો ફાળો આપનારા આસિસ્ટન્ટ કમિશનર આૅફ પોલીસનો રોલ કરી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY