જયપુર,તા.૨૮
વિતેલા કેટલાક સમયથી દેશમાં જંગલી પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલા કરી મારી નાખવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ભયાનક ઘટના પર્યટકોથી ગીચોગીચ રહેતા રાજસ્થાનના રળથંભૌરમાં ઘટી હતી. ત્યાના જંગલમાં લાકડુ વિણવા ગયેલ એક મહિલાને વાઘે ફાડી ખાધી હતી. જ્યારે વનવિભાગ ટીમ મહિલાની શોધમાં નિકળી ત્યારે મહિલાના શરીરના અમુક ભાગ મળી આવ્યા હતા. વાઘ મહિલાના મોટાભાગના શરીરને જંગલમાં ખેચીને લઇ ગયો હતો.
વનવિભાગની માહિતી મુજબ સવાઇ માધોપુરની બ્રહ્મપુરી વિસ્તારની રહેવાસી ૬૨ વર્ષીય નરૌતી અને સંપત દેવી જંગલમાં લાકડુ વિણવા ગયા હતા. લાકડુ વિણતા નરૌતી આગળ નિકળી ગઇ હતી. મહિલા ન દેખાતા તેના સાથી સંપત દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ ટીમે ગુમ થયેલ મહિલાની તપાસ હાથ ધરી હતી જે દરમિયાન ઘટના સ્થળની આસપાસ ટી-૫૭ અને ટી ૯૮ના પગના નિશાન મળી આવ્યા હતા.
વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં લાકડુ વિણવા જવાની મનાઇ ફરમાવામાં આવી છે, છતા લોકો ગાર્ડથી નજર ચોરીને જંગલમાં ઘૂસી જાય છે. આ પહેલા પણ રળથંભૌર વાઘ અભિયારણ્યના રાજ બાગ વિસ્તારમાં એક મહિલાને વાઘે ફાડી ખાધી હતી.
વનવિભાગે આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી કે, કારણ કે વાઘ તેના આક્રમક સ્વભાવ હેઠળ એક વાર મનુષ્ય પર હુમલો કર્યા પછી, વારંવાર હુમલો કરવાની સંભાવનાઓ વધી જાય છે. તાજેતરની ઘટનાને કારણે વિસ્તારમાં પર્યટકોની સુરક્ષા વધારવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




