રાજસ્થાન બસપા નેતા જગતસિંહનું વિવાદિત નિવેદન
જયપુર,તા.૧૨
પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહના દીકરા અને બસપા નેતા જગત સિંહ પોતાના એક નિવેદને લઇ વિવાદોમાં ફસાયા છે. જગત સિંહે પીએમ નરેન્દ્ર મોદી, રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને લઇ આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રામગઢ વિધાનસભા સીટ પરથી બસપાના ઉમેદવાર સિંહે કહ્યું કે તેઓ પથ્થરનો જવાબ એકે-૪૭થી આપે છે. તેની સાથે જ તેમણે પીએમ મોદી, ગેહલોત, અને રાજેનું નામ લેતા કહ્યું કે આવી જાઓ બધાને પેટી પેક કરીને મોકલીશ. જગત સિંહના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આપને જણાવી દઇએ કે રામગઢ વિધાનસભા સીટ પર પૂર્વમાં બસપા ઉમેદવાર લક્ષ્મણ સિંહના મોત બાદ ચૂંટણી સ્થગિત કરી દેવાઇ હતી. અહીં ૨૮ જાન્યુઆરીના રોજ મતદાન અને ૩૧મી જાન્યુઆરીના રોજ મતગણતરીની તારીખ નક્કી છે. જગત સિંહે ૯ જાન્યુઆરીના રોજ અહીં બસપા ઉમેદવાર તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું. કહેવાય છે કે આ વીડિયો રજીસ્ટ્રેશન બાદનો જ છે.
વાયરલ વીડિયોમાં સિંહ કહેતા દેખાય છે કે હું પાછળ હટીશ નહીં. ગોળી ચાલશે તો પહેલી ગોળી મારી છાતીમાં લાગશે. પત્થરનો જવાબ AK-૪૭ની સાથે કરું છું હું. તો આવી જાઓ અશોકજી. આવી જાઓ મોદી જી, આવી જાઓ વસુંધરા જીપબધાને પેટી પેક કરીને મોકલીશું.
આ વીડિયો સામે આવ્યા બાદ રાજકીય ગલિયારામાં તેના પર ઘમાસણ મચવાનું નક્કી છે. જો કે હજુ કોઇ પાર્ટીની તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. બીજીબાજુ સોશિયલ મીડિયા પર આ નિવેદનને લઇ આકરી પ્રતિક્રિયાઆ પણ સામે આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



