જયપુર,તા.૧૭
બોલ સાથે ચેડા કરવાના મામલે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સ્ટીવ સ્મિથ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જાકે હવે તેમની IPLમાં વાપસી થઈ રહી છે. સ્ટીવ રવિવારે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ(RR)ના આઈપીએલ શિબિર પહોંચ્યા હતા. વિશ્વ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં વાપસી કરવાની કોશિશમાં લાગેલા સ્મિથથી આરઆરને સારા પ્રદર્શનની અપેક્ષા છે. આરઆરના બ્રાન્ડ એમ્બેસેડર શેન વોર્ને કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ભૂતપૂર્વ કપ્તાનમાં રનોની ભૂખ હાલ પણ યથાવત હશે.
તેમને મીડિયાને કહ્યું કે,‘સ્મિથ ક્રિકેટ રમવા માટે આતુર હશે. તેમને ક્રિકેટથી પ્રેમ છે અને તેઓ આમાં માસ્ટર છે. સ્મિથ અને વોર્નર દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે અને મને લાગે છે કે સ્મિથનું પ્રદર્શન શાનદાર રહેશે.’ બન્ને ખેલાડીઓએ કોચ જસ્ટિન લૈંગરના કહેવા પર ઓસ્ટ્રેલિયા ટીમ સાથે સમય પસાર કર્યો. તમને બતાવી દઈએ કે આઇપીએલ સ્મિથ માટે ખાસ હશે કારણ કે વિશ્વ કપ પહેલા તેને આજ ટુર્નામેન્ટ રમવાની છે.
વોર્ને કહ્યું કે,‘સ્મિથના અનુભવ, ઉત્સાહ અને રનોની ભૂખનો ટીમને ફાયદો થશે. મને આમાં કોઈ શંકા નથી કે સ્મિથ અને વોર્નર તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.’ બીજી તરફ સ્મિથે પણ ટ્વિટ કરી તેની ખુશી વ્યક્ત કરતા લખ્યું કે,‘આ વર્ષના આઇપીએલ માટે ઘણો ઉત્સાહીત છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



