સ્ટમ્પ્સને વાગવા છતાં બેલ ન પડે એવા બોલને ડેડ-બોલ જાહેર કરો : રહાણે

0
11

જયપુર,તા.૯
રાજસ્થાન રાયલ્સના સુકાની અજિંક્ય રહાણેનું એવું માનવું છે કે જા કોઈ બોલ સ્ટમ્પ્સને વાગવા છતાં બેલ ન પડે તો એવા બોલને અમ્પાયરોએ ડેડ-બાલ જાહેર કરવો જોઈએ.
રહાણેના મતે ક્રિકેટની આ મહત્વની ઘટના સંબંધમાં નિયમમાં ફેરફાર થવો જોઈએ.
રવિવારે કોલકતા નાઇટ રાઇડર્સ સામેની મૅચમાં રાજસ્થાન રાયલ્સના સીમ બોલર ધવલ કુલકર્ણીના એક બોલમાં બૅટ્‌સમૅન ક્રિસ લીનના બૅટને કટ વાગ્યા બાદ બાલ સ્ટમ્પ્સને વાગ્યો હતો અને લાઇટ પણ થઈ હતી, પણ બેમાંથી એક પણ (ઝિન્ગ) બેલ નહોતી પડી. વધુ નવાઈ એ વાતની છે કે બૅટ્‌સમૅનના બૅટની કટ લાગી હોવાથી બાલ ગતિમાં હતો અને એ બાલ સ્ટમ્પ્સને વાગ્યા બાદ ફાઇન લેગની દિશામાં બાઉન્ડરી લાઇનની બહાર જતો રહ્યો હતો.
રહાણેએ જણાવ્યું હતું કે ‘નિયમ તો પાળવો જ પડે, પરંતુ આવી સ્થિતિમાં જો બાઉન્ડરી જાય તો એ ન આપવી જોઈએ. બોલરને કંઈક તો લાભ મળવો જ જોઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY