પિતા બનવા જઈ રહેલ બટલર સ્વદેશ પરત ફર્યો, રાજસ્થાનની ટીમને ફટકો

0
8

જયપુર,તા.૨૨
ઇંગ્લૅન્ડનો આક્રમક બૅટ્‌સમૅન જોસ બટલર રાજસ્થાન રાયલ્સની ટીમને આઇપીએલમાં અધવચ્ચેથી છોડીને સ્વદેશ ભેગો થઈ ગયો છે, જેને પરિણામે આ ટીમને ફટકો પડ્યો છે.
૨૮ વર્ષના બટલરની પત્ની લુઇસી પ્રથમ બાળકને જન્મ આપવાની હોવાથી બટલર તેની પડખે રહેવા ઇંગ્લૅન્ડ ભેગો થઈ ગયો છે. બટલર-લુઇસીએ આૅક્ટોબર ૨૦૧૭માં લગ્ન કર્યાં હતાં.
ઇંગ્લૅન્ડમાં પાકિસ્તાન સામે પાંચમી મેએ વન-ડે સિરીઝ શરૂ થવાની હોવાથી ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે આઇપીએલમાં રમી રહેલા તમામ ખેલાડીઓને ૨૬મી એપ્રિલ સુધીમાં સ્વદેશ ભેગા થઈ જવાની સૂચના આપી હતી. જાકે, બટલર વહેલો ઇંગ્લૅન્ડ જતો રહ્યો છે.
બટલરે આ વખતની આઇપીએલમાં રાજસ્થાન વતી ૮ મૅચમાં ૩૧૧ રન બનાવ્યા હતા અને તેની હાજરીમાં રાજસ્થાન જે બે મૅચ જીતેલું એ બન્નેમાં તેનું મોટું યોગદાન હતું. ખાસ કરીને વાનખેડેમાં બટલરના ૭ સિક્સર, ૮ ફોર સાથેના ૮૯ રનને કારણે મુંબઈ હારી ગયું હતું. પચીસમી માર્ચે પંજાબ સામેની મૅચમાં બટલરને અશ્ર્વિને ‘માંકડેડ’ની પદ્ધતિએ રનઆઉટ કરી દેતાં વિવાદ થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY