લાહોર,તા.૨૨
આગામી ૩૦મી મેએ શરૂ થનારા વન-ડેના વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ કરવામાં આવેલા પાકિસ્તાનના ઓપનિંગ બૅટ્સમૅન આબિદ અલીએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે ‘હું થોડા દિવસમાં મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરને મળવા માગું છું અને તેને ભેટીને બૅટિંગ બાબતમાં તેની સલાહ લેવા માગું છું.’
૩૧ વર્ષનો આબિદ અલી ડોમેસ્ટિક ક્રિકેટમાં બહુ સારું રમ્યો છે. તેણે ગયા મહિને દુબઈમાં આૅસ્ટ્રેલિયા સામે કરિયરની પહેલી જ મૅચમાં સદી ફટકારી હતી.
આબિદ અલીએ અહીં પત્રકારોને એવું પણ કહ્યું હતું કે ‘મને ખાતરી છે કે સચિન મારી વિનંતી નહીં ઠુકરાવે. હું રિચડ્ર્સ સહિત બીજા ઘણા મહાન ખેલાડીઓને પણ મળીને તેમની પાસેથી બૅટિંગની ટિપ્સ લેવા માગું છું.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





