જયપુર,તા.૧૨
જયપુર એરપોર્ટ પર બુધવારે સવારે સ્પાઈસ જેટની દબુઈથી જયપુર જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. SG-58 નંબરની આ ફ્લાઈટમાં ૧૮૯ મુસાફર હતા અને તમામને સુલામત બહાર કાઢી લેવાયા હતા. એવું કહેવાય છે કે, વિમાનનું ટાયર ફાટી જવાના કારણે સવારે ૯.૦૩ કલાકે જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.
મીડિયા રોપોટ્ર્સ અનુસાર જયપુર એરપોર્ટ પર બુધવારે સતત ચોથા દિવસે ચાર ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. આમ, છેલ્લા ચાર દિવસમાં કુલ ૧૬ ફ્લાઈટ રદ્દ કરવામાં આવી ચૂકી છે.
સૂત્રોના અનુસાર એરલાઈન્સ પાસે છેલ્લા કેટલાક દિવસથી ક્રૂ મેમ્બર્સની અછત છે. આ કારણે એરલાઈન્સને છેલ્લા ઘણા દિવસથી જૂદા-જુદા રૂટ પર ચાલતી ફ્લાઈટને અચાનક રદ્દ કરવાની ફરજ પડી રહી છે. એરલાઈન્સના આવા નિર્ણયના કારણે લગભગ ૮૦૦ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





