રાજપીપલા સિવિલ હોસ્પિટલ કે બીમાર દર્દીઓ માટે મોત નો અખાડો…!?

0
69

આરોય ના નિયોની ઍસીતૅસી કરતા રાજપીપલા સિવિલના સત્તાધીશો શું ફ્ક્ત એરકંડિશન કેબિનો માંજ બેસી પગાર લે છે ….!?

રાજપીપલા:
નર્મદા જિલ્લાની વડી એવી રાજપીપલા સિવિલ હોસ્પિટલ માં દાખલ અને ઓ.પી .ડી.માં આવતા બીમાર દર્દીઓ સારવાર માટે આવતા હોય છે પરંતુ તેમેને ક્યાં ખબર છે કે પોતે સારવાર નહિ બલ્કે મોતના મુખમાં આવી રહ્યા છે કેમ કે હોસ્પિટલ ના પાછળ ના ભાગે મુકેલી કચરાપેટી આખે આખી છલકાઈ ને ઓવરફ્લોવ થઈ ગઈ છે અને કેટલોય કચરો બહાર રખડતા ઢોરો રફે દફે કરી અતિશય ગંદકી ફેલાવી રહ્યા છે ત્યારે શું હોસ્પિટલ ના કોઈજ ઉપરી અધિકારીઓ ને આ નજારો દેખાયો નહિ હોય …!? શું અધિકારીઓ એ .સી. કેબિનો માં બેસવાનોજ પગાર લેતા હશે…? 
કેટલાય દિવસ થી ખદબદતી આ કચરાપેટી જાણે આરોગ્ય ના નિયમો નો છડેચોક તમાશો બનાવતી હોય એમ લાગી રહ્યું છે અને કમ્પાઉન્ડ ની અંદર રખડતા ઢોરો પણ કોઈ ની નજર માં ન આવતા એમ લાગી રહ્યું હતું કે આ હોસ્પિટલ છે કે મોતનો અખાડો …!? કચરાપેટી ની બાજુમાંજ ટી .બી.વિભાગ છે અને સામેજ દર્દીઓ માટે બનતું જમવાનું જ્યાં બને છે એ રસોઈ નો રૂમ ( રસોડું ) છે ત્યારે ત્યાં આવતા કેટલાય લોકો અને હોસ્પિટલ માં ઉપર નીચે દાખલ દર્દીઓ ને પણ આ ગંદકી વધુ બીમાર કરે તેવો નજારો ત્યાં જોવા મળે છે .અને રોગચાળો ફેલાય તેવી હાલત છે છતાં કોઈને કઈ પડી લાગતી નથી એવા દ્રસ્યો ત્યાં છે .
આરોગ્યના નિયમ મુજબ ચોક્કશ કલર ની પ્લાસ્ટિક ની બેગ માં અમુકજ ચોક્કશ કચરો ભરવાનો હોય છે જેમાંથી મેડિકલ વેસ્ટ ને એક ખાશ વાહન મારફતે બહાર મોકલી તેનો નિકાલ કરવા મોકલાય છે ત્યારે અહીં પડેલી કલરીંગ પ્લાસ્ટિકની બેગો પૈકી કેટલીક બેગો બાંધેલી હતી જયારે અમુક ઢોરો એ ફાડી નાખી હતી તો શું આ બેગો માં મેડિકલ વેસ્ટ હતો …? કે ફક્ત કચરોજ ત્યાં ફેંકાયો હતો એ બાબતે કોણ તપાશ કરશે …? કેમ કે આટલી ગંભીર રીતે ઉભરાતી પેટી અને તેમાંથી ખોરાક શોધતા જાનવરો જો સત્તાધીશો ની નજર માં ન આવતા હોય તો બાકીની લાલીયાવાડી કોણ જોશે …?

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY