ભરૂચના આંગણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્રારા ” રેવા સંગમ ” કાર્યક્રમ યોજાયો

0
100

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્રારા ભરૂચ શહેરમાં વર્ષ પ્રતિપદા ઉત્સવના ભાગ રૂપે રેવા સંગમ કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું.ચૈત્ર સુદ એકમથી હિન્દુઓનું નવું વર્ષ શરૂ થતું હોય છે.જે દિવસે મહારાષ્ટ્ર માં વસતા લોકો આની ઉજવણી ગુડીપડવા તરીકે કરતાં હોય છે.આ દિવસે સરસંઘચાલક ડો. હેડગેવારનો જન્મ દિવસ પણ હોઈ દેશપ્રેમ,શિસ્ત,સમર્પણ, અનુશાસન અને એકાત્મતાની ભાવના ઉજાગર કરવા માટે “રેવા સંગમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ભરૂચ જિલ્લાના ૧૦ તાલુકામાં આવેલ ૭૬ મંડલ કેન્દ્ર પૈકી ૭૨ મંડલ માંથી સંઘની વ્યવસ્થાના ભાગ રૂપે ૪ નગરની ૪૫ વસ્તીમાંથી ૧૫૦૦ જેટલા સ્વયંસેવકો હજાર રહ્યા હતાં. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભેગા થઈને ભરૂચ શહેરના બે ભાગમાં સુસજ્જ લાઈન બધ્ધ પથ સંચલન યોજાયું હતું.જેમાં એક વિભાગ પાંચબત્તી થી બસ સ્ટેશનથી,ધોળીકૂઈ, દાંડિયા બઝાર થી ચકલા થઈને પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પહોંચી હતી.જયારે બીજો વિભાગ પાંચબત્તી થી ફાટા તળાવ, વડાપાડા,લાલબજાર થઈને પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આવી હતી.પઠ સંચલનનું ભરૂચ શહેર ના માર્ગો પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પરત આવી સામુહિક ગણસહ અભ્યાસ કર્યો હતો.ત્યાર બાદ જાહેર કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મયુર શેઠ ઉપસ્થિત રહ્યા હતાં.જ્યારે વક્તા તરીકે આર. એસ.એસના ગુજરાત પ્રાંત પ્રચારક ડો, ચિંતન ઉપાધ્યાય દ્રારા કાર્યક્રમને અનુરૂપ સુંદર વક્તયવ્ય આપ્યું હતું.આ પ્રસંગે ભરૂચ સંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય દુષ્યંત પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રના, ભરતસિંહ પરમાર સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY