એન.એમ.સી બીલના વિરોધમાં નીકળેલ સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચી

0
150

આઈ.એ.એ ભરૂચના સભ્યો દ્રારા સાયકલ યાત્રાનું સ્વાગત કરાયું હતું…..

આખા ભારત ભરમાં ડોકટરો દ્રારા એન.એમ.સી બીલનો વિરોધ થઈ રહ્યો છે.જેના ભાગ રૂપે સમગ્ર મહિના દરમ્યાન વિવિધ રચનાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.જેના ભાગ રૂપે બોમ્બે થી નીકળેલ સાયકલ યાત્રા વિવિધ શહેરોમાં ફરી આજ રોજ સવારે ભરૂચ આવી પહોંચી હતી.જેનું સ્વાગત ભરૂચ આઈ.એમ.ઓના સભ્યો દ્રારા કરવામાં આવ્યું હતું.
આખા ભારત ભરમાં ડોક્ટરો દ્રારા એન.એમ.સી બીલનો વિરોધ ચાલી રહ્યો છે.ત્યારે ચાર ઝોનમાંથી નિકળનાર સાયકલ યાત્રાઓમાં ભાવનગરના મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ (૧)દીપ શાહ (૨) યશ દવે (૩) બ્રિજેશ સુથારએ વેસ્ટ ઝોન પસન્દ કરી તારીખ ૧૮/૩/૧૮ ના રોજ બોમ્બે થી આ રિલે સાયકલ યાત્રા શરૂ કરી હતી.જે વાપી,વલસાડ, સુરત થઈને આજ રોજ સવારે ભરૂચ આવી પહોંચી હતી.જેમનું ભાવભીનું સ્વાગત ભરૂચ આઈ. એમ.એ પ્રમુખ પરિતોષ મોદી અને સેક્રેટરી દુષ્યંત વરિયા અને તેમના સભ્યો દ્રારા કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ સાયકલ યાત્રા બરોડા તરફ રવાના થઈ હતી. તારીખ ૨૪ મી માર્ચના ચારેવ ઝોન માંથી નીકળેલ સાયકલ યાત્રા દિલ્હી પહોંચી ત્યાં છાત્ર સાંસદ કરશે. અને તારીખ ૨૫ મીએ આખા ભારતના ડોકટરો ભેગા મળીને મહા પંચાયતનું આયોજન કરી એન.એમ.સી. બિલ અંગે નિર્ણય કરશે.

એન.એમ.સી બિલનો વિરોધ શા માટે….?

(૧)બ્રિજ કોર્સ દ્રારા નોન એલોપેથી ડોકટર્સ પણ એલોપેથી પ્રેક્ટિસ કરી શકશે.અધૂરા શિક્ષણ સાથે થતી એલોપેથીની પ્રેક્ટિસ પ્રજાના સ્વાસ્થય સાથે ચેળા કરવા બરાબર છે..
(૨) પ્રાઈવેટ મેડિકલ કોલજોને વધું સીટ ફાળવામાં આવશે.તો હોંશિયાર પણ ગરીબ વિદ્યાર્થી ઓને મળતી તકો આ બિલ દ્રારા ઓછી થશે.
(૩) રાજય સરકારના હકો છીનવાઈ જશે કારણ કે એન.એમ.સી માં કોઈ પણ સમયે પાંચ રાજય નાજ પ્રતિનિધિ હશે.
(૪) મેડિકલ વિદ્યાર્થીઓએ ખુબજ મહેનત પછી પાસ થાય બાદ વધુ એક એક્ઝિટ પરીક્ષા આપવાની રહશે.જે લાયસન્સ મેળવવા ફરજિયાત રહશે.
(૫) આથી એક્ઝિટ પરીક્ષા પાસ કરવા માટે મસ મોટી ફી લઈને ભણાવતા ટ્યુશન કલાસીસનો ધંધો ધીકતો થઈ જશે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY