દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજ૫ વચ્ચે ધમાસાણ : સામ-સામે દેખાવો

0
103

ન્યુ દિલ્હી,તા.૨૨

દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ઘમાસાણ સર્જાયું છે. આપના ધારાસભ્યોએ દિલ્હીના મુખ્ય સચિવ સાથે કરેલી મારપીટ બાદ ભાજપના કાર્યકરોએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નિવાસ સ્થાન બહાર વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપના કાર્યકરોએ કેજરીવાલ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને પૂતળાનું દહન કર્યું હતું. ભાજપનો આરોપ છે કે, કેજરીવાલ સરકાર દિલ્હીમાં પ્રજાની રક્ષકના બદલે ભક્ષક બની છે. દિલ્હીમાં મુખ્ય સચિવને મારમારવામાં આવે છે. જેથી દિલ્હીની પ્રજાની સુરક્ષા અંગે કેજરીવાલ સરકારે જવાબ આપવો જાઈએ.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહના નિવાસ સ્થાન બહાર વિરોધ પ્રદર્શન કર્યું છે. આપ નેતા અલકા લાંબાની વિરોધ પ્રદર્શન દરમ્યાન અટકાયત કરવામાં આવી. અલકા લાંબાએ કહ્યું કે દેશમાં બે કાયદા પ્રણાલી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને માર મારવામાં આવે છે તેમ છતા પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં આવતી નથી. દેશના ગૃહપ્રધાને આ મામલે જવાબ આપવો જાઈએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY