જામનગર,તા.૪
પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં અંગદાનની બાબતમાં ભારે ઉદાસીનતા પ્રવર્તે છે, જેને માટે મોટે ભાગે ધાર્મિક માન્યતાઓ કારણરૂપ છે. વાસ્તવિકતા એ છે કે અંગદાન એ પુણ્યનું કામ છે. એક વ્યકિતનાં વિવિધ અંગોનાં દાનથી કમ સે કમ સાત જણની જિંદગી બચાવી શકાય છે. જેમાં હૃદય, કિડની (૨), લીવર, ફેફસાં, પેક્રિયાસ (સ્વાદુપિંડ) અને નાના આંતરડાનો સમાવેશ થાય છે. બ્રેઈન ડેડ થયેલી વ્યકિતનું આ પ્રકારે અંગદાન કરી શકાય છે.
જામનગરમાં અકસ્માતમાં મોતને ભેટેલા યુવકના પરિવારજનોએ યુવકના ચાર અંગોનું દાન કર્યુ હતું. જેમાં હૃદય, આંખ, લિવર અને કિડની જેવા અંગોને રાજ્યની અલગ અલગ હોસ્પિટલોને દાન કરવામાં આવ્યું હતું. જેના પગેલ ગ્રીનકોરીડોર બનાવીને અંગો હોસ્પિટલોને પહોંચાડવામાં આવ્યા હતા.
બ્રેઇન ડેડ યુવાનનાં હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. હાર્ટને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. કિડની અને લીવરને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલાયા હતા. આંખોનું જામનગરની જીજી હોસ્પિટલમા દાન કરાયુ છે. વહીવટી તંત્રની ટીમે હોસ્પિટલથી એરપોર્ટ સુધી કોનવે કોરિડોર નક્કી કર્યો હતો. જાકે આ કિસ્સામાં સૌ પ્રથમવાર હૃદય એર એમ્બ્યુલન્સથી મોકલાયુ હતું.
વહેલી સવારે જામનગરથી અમદાવાદ હોસ્પિટલ ખાતે મોકલાયા હતાં ઓર્ગન. જામનગર હવાઇ મથકેથી એર એમ્બ્યુલન્સમાં અમદાવાદ ઓર્ગન લઇ જવાયા હતાં. અમદાવાદના ૧૪ સુપર સ્પેશિયલ ડોક્ટરોની ટિમ આવી હતી. આ ઓપરેશન ગ્રીન ચેનલ હેઠળ કરવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



