જુનાગઢ,તા.૪
કુકસવાડાનાં કુંતેશ્વર મહાદેવ મંદિરનાં પુજારી સંત ભીખા ભગતનું બિમારીને કારણે ૧૧૨ વર્ષની વયે નિધન થયું હતું. ભીખાભગત લાંબા સમયથી બિમાર હતાં. અચાનક તેઓની તબિયત લથડતા બ્રહ્મલીન થતાં ભક્તજનોમાં શોકનું મોજું પ્રસરી ઉઠ્યું હતું. ભીખા ભગત ધીરૂભાઇ અંબાણીના પરમ મિત્ર હતા. શુક્રવારે તેમની પાલખીયાત્રા નીકળી હતી.
ભીખા ભગતનું આખું નામ ભીખાભાઇ ઓઘળભાઇ ભાદરકા હતું. તેઓ કુંતેશ્વર મહાદેવ મંદિરનાં સ્થાપક અને પુજારી હતા. આ ઉપરાંત તેઓ દ્વારીકાનાથ એવા ભગવાન શ્રીકૃષ્ણનાં પરમ ભક્ત હતાં. આથી તેઓ કુકસવાડાથી દ્વારિકાની ૪૭ વર્ષ સુધી ૨૦૦ કિમીની પદયાત્રા કરી હતી. ધીરૂભાઇ અંબાણી સ્કૂલમાં સાથે અભ્યાસ પણ કર્યો હતો. શુક્રવારે બપોરે ૩ કલાકે તેઓને સમાધી અપાઈ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



