અંગત અદાવતમાં પાંચ શખ્શોએ વકીલ પર છરીના ૬ ઘા ઝીંકિયા

0
6

જામનગર,તા.૩
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે એક યુવાન એડવોકેટ પર અસામાજીક તત્વોએ જૂના મનદુઃખમાં હુમલો કરીને છરીના પાંચથી છ ઘા ઝીંકી દેતા વકીલને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની જાણ થતા મોટી સંખ્યામાં વકીલો અને ભાનુશાળી સમાજના લોકો પણ હોસ્પિટલ દોડી ગયા હતા. આ બનાવ અંગે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ હુમલાના સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે મોડી સાંજે શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એડવોકેટ કલ્પેશ અનીલભાઈ ફલીયા ઉ.વ.ર૭ શંકર ટેકરીમાંથી પસાર થતા હતા, ત્યારે આ વિસ્તારના જ લાલો અને ઈરફાન સહિતના પાંચેક શખસોએ તેની સાથે જૂના ઝગડાનો ખાર રાખી છરીના પાંચ જેટલા ઘા વાંસા અને છાતીના ભાગે ઝીકી દીધા હતા.
તેવી તેના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અગાઉની ફરિયાદના સમાધાન માટે વકીલને બોલાવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY