જબુંસરમાં ઘાસના પુળા લઇ જતા ટ્રેક્ટરમાં આગ : અગ્નિ શામક દલ દોડી આવ્યું

0
91

જંબુસર:
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર નગરના ટંકારી ભાગોળ તરફથી એક ટ્રેક્ટર ઘાસના પૂળા ભરીને ખાનપુર ભાગોલ તરફ જતું હતું ત્યારે ટ્રેક્ટરના ટ્રેલરમાં ભરેલા ઘાસના પૂળામાં આકસ્મિક રીતે આગ લાગતાં ટ્રેક્ટર ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રેક્ટરને ઉભું રાખી ટ્રેક્ટરને ટ્રેલરની અલગ પાડીને સલામત રીતે ખસી ગયો હતો જોતજોતામાં ઘાસના પૂળામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રેલરમાં ભરેલા ઘાસના પૂળામાં લાગેલી આગને પગલે થોડો સમય વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો ઘટના બન્યા બાદ વીસ મિનિટ પછી આવેલ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જોકે ત્યાં સુધીમાં ટ્રેક્ટરમાં ભરેલા ઘાસના જથ્થો આગમાં ભસ્મીભૂત થઈ ગયો હતો.
રીપોર્ટર : હરીન અેસ પટેલ. જબુસર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY