પુરખાસ, તા. ગોનાર, જિ. સોનીપત (હરિયાણા) ખાતે રહેતા અને નર્મદા જિલ્લાના હદ વિસ્તારમાં જાહેરવ્યવસ્થાની જાળવણીને વિપરીત અસર કરતા ગેરકાયદેસર દારૂના વેપાર સંબંધી ગુનાઓ કરી અસામાજિક પ્રવૃત્તિ આચરતા મહાસીંગ જીલેસીંગ જાટની સદરહું અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના અધિનિયમ-૧૯૮૫ ની કલમ-૩ (૨) તેમજ ગુજરાત સરકાર ના ગૃહ વિભાગના તા.૧૦/૧૧/૧૯૯૭ ના જાહેરનામાથી જિલ્લા મેજીસ્ટ્રેટ આર.એસ. નિનામાને મળેલી સત્તા અન્વયે સદરહુ ઇસમ મહાસીંગ જીલેસીંગ જાટની અટકાયત કરવા માટેનો હુકમ ક્રમાંક એમએજી/પાસા/કેસ/૧૩/૨૦૧૭ તા.૧૭/૧૧/૨૦૧૭ થી જારી કરવામાં આવેલ છે, જે હુકમને સરકાર ના ગૃહ વિભગના તા.૨૨/૧૧/૨૦૧૭ ના હુકમથી મંજુર રાખવામાં આવેલ છે. સદરહુ નિવારક અટકાયત હુકમની બજવણી માટે સતત પ્રયત્ન કરતા કરતા પોલીસ અધિક્ષક નર્મદાના તા.૨૦/૨/૨૦૧૮ ના અહેવાલ પરથી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને એમ માનવાને કારણ છે કે, જે વ્યક્તિના સંબંધમાં સદરહું નિવારક અટકાયત હુકમ કરવામાં આવેલ છે તે શ્રી મહાસીંગ જીલેસીંગ જાટ ફરાર થઇ ગયેલ છે અથવા છુપાતો ફરે છે અને એવી રીતે છુપાતો ફરે છે કે, તેમની નિવારક અટકાયત કરવા માટે જારી કરવામાં આવેલ તા.૧૭/૧૧/૨૦૧૭ ના અટકાયત હુકમની બજવણી કરી શકાતી નથી. જેથી ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮૫ ની કલમ ૮ (૨)(ક) થી શ્રી નિનામાને મળેલ અધિકારો અન્વયે સદરહું ફરારી (ભાગેડુ) વ્યક્તિ મહાસીંગ જીલેસીંગ જાટને જિલ્લા મેજીસ્ટ્રેટ તા.૨૮/૨/૨૦૧૮ ના હુકમની તારીખથી ૩૦ (ત્રીસ) દિનમાં રાજપીપલા, જિ. નર્મદા ખાતે જિલ્લા મેજીસ્ટ્રેટ પોલીસ અધિક્ષકશ્રી-નર્મદા સમક્ષ હાજર થવા નિનામાએ ફરમાન કરેલ છે.
આ હુકમનું પાલન ઉપરોક્ત નિર્દિષ્ટ સમયમાં ના કરે તો ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અધિનિયમ-૧૯૮૫ ની કમલ-૮(૨)(ક) મુજબની શિક્ષા માટે કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટર-નર્મદા ,ભરત શાહ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"