રાજપીપલા ખાતે દિવ્યાંગ જોબફેર યોજાયો : ૧૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી       

0
91

રાજપીપળા:

નર્મદા જિલ્લા રોજગાર કચેરી દ્વારા આજે રાજપીપલામાં જિલ્લાકક્ષાનાં તાલીમ સેવા કેન્દ્ર ખાતે આઇટીઆઇનાં આચાર્યશ્રી કે.વી. બારંડાની ઉપસ્થિતિમાં યોજાયેલા દિવ્યાંગ જોબફેરમાં ઉપસ્થિત નોકરીદાતા તરફથી ૧૪ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ દિવ્યાંગ જોબફેર માટે નોકરીદાતાઓનો સંપર્ક સાધીને કુલ- ૩૦ જેટલી જગ્યાઓ મેળવવામાં આવી હતી અને ૭૦ જેટલા દિવ્યાંગ ઉમેદવારોને આ જોબફેરમાં બોલાવવામાં આવ્યાં હતા અને તે પૈકી ૨૮ ઉમેદવારો આજના આ જોબફેરમાં ઉપસ્થિત રહ્યાં હતા. આઇટીઆઇનાં આચાર્યશ્રી બારંડાએ દિવ્યાંગ ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યાં હતા અને રોજગાર અધિકારીશ્રી જી.આર. બારીયાએ ઉમેદવારોને તેમની લાયકાત મુજબ નોંધાયેલ જગ્યાઓને અનુરૂપ ઇન્ટરવ્યુ આપીને રોજગારીની તકો પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY