ખોબા જેટલા જંબુસરમાં આવક વેરા વિભાગનું સર્ચ ઓપરેશન શહેર ભરના વેપારી આલમ અવઢવમાં

0
189

મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલ જનરલ હોસ્પીટલમાં આવક વેરા દ્રારા આજ રોજ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.વડોદરાના જયુપીટર હોસ્પિટલના ડાયરેકર તુષાર પટેલના ત્યાં પડેલ આવક વેરાની દરોડામાં તેમની કેબિનમાં પણ આવક વેરાનું સર્ચ ઓપરેશન હાલમાં ચાલું હોવાના સમાચાર મળી રહયાં છે.ડોકટર તુષાર પટેલ જંબુસર જનરલ હોસ્પિટલના પણ ડાયરેકટર છે. તુષાર પટેલ ડોકટર પાસેથી કાળુ નાણું ઝડપાવાની શકયતા આવક વેરા વિભાગની ત્રણ ટિમ આ સર્ચ ઓપરેશનમાં જોડાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.આવક વેરાના સમાચાર વાયુ વેગે સમગ્ર પંથકમાં ફેલાઈ જતાં દુકાન દારો અને બીજા અન્ય તબીબોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY