પૂર્વ પતિએ તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને પત્નીની નિર્મમ હત્યા કરી

0
118

રાજકોટ,
તા.૧૨/૦૩/૨૦૧૮

શહેરમાં પતિએ પત્નીને છરીના ધા મારી મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામે આવ્યો હતો. મોડી રાત્રે નાના મૌવા વિસ્તારમાં પતિએ પત્નીને બોલાવી ક્રુરતા પુર્વક રહેસી નાખી હતી. જા કે એકમહિના પહેલા પત્નીને પતિને છુટા છેડા આપી દીધા હતા અને ફરી ઘરે પરત આવી જવા દબાણ કર્યુ હતુ પત્ની તાબે ન થતા તેને છરીના ઘા ઝીંક્્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. સાથે જ જણાવાયું કે આરોપી પતિને પત્ની પર આડાસંબંધની શંકા હતી, જેના કારણે તેણે હત્યા કરી હતી.

રાજકોટમાં રહેતા દિપીકા પરમાર અને પતિ અશ્વિન પરમારના એક મહિના પેલા છુટાછેડા લઇ લીધા હતા.પત્ની દિપીકા પરમાર કેટરીંગમા કામ કરતી હતી ગતરાત્રીના તે નાના મૌવા રોડ પર એક પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં કામ કરી રહી હતી તે વાત તેના પતિ અશ્વિન પરમારને ખબર પડતા તે ત્યા પહોચી ગયો હતો અને પત્નીને પાર્ટી પ્લોટ બહાર બોલાવી બોલાચાલી કરી હતી અને તેને છુટાછેડા બાદ પણ ફરી ઘરે આવવા સમજાવ્યું હતુ, જા કે પત્ની તાબે ન થતા તેને છરીના ધા ઝીંકી દેતા પત્નીનું મૃત્યું થયું હતુ.

વહેલી સવારે પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને પત્ની દિપીકાનો મૃતદેહ પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને પતિ પર ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ઘરી છે. જા કે પૂર્વ પતિને પોલીસે ઝડપી લીધો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY