જંબુસર નગરપાલિકાનું પાણી પુરવઠાનું બિલ દસ કરોડ ઉપરાંતનું બાકી જ્યારે મીઠા પાણી માટે જનતા તરસી રહી છે
જંબુસર:
જબુંસર નગરપાલિકા પ્રજાને માળખાકીય સુવિધા પૂરી પાડવામાં ઉણી ઉતરી છે જેને લઇ અવાર નવાર વિવાદમાં સપડાય છે જંબુસર શહેર અને તાલુકામાં પીવાના મીઠા પાણી માટે જનતા વલખા મારી રહી છે નેતાઓ દ્વારા ચૂંટણી સમયે મસમોટા વચનો આપવા માં આવે છે જે ચૂંટણી ગયા પછી ભૂલી જઈ રાજાને કોણીએ ગોળ આપતા હોય છે તેમ જનતાને લાગી રહ્યું છે નેતાઓ દ્વારા જનતાને કહેવામાં આવે છે કે હવે મીઠા પાણી માટે આટલા કિલોમીટર પાણીની પાઇપલાઇન બાકી છે કોઈ ઉચ્ચ નેતા આવવાના હોય છે ત્યારે રાતોરાત ચારથી પાંચ કિલોમીટરનો રોડ બની જતો હોય છે તો બે કિલોમીટર પાણીની પાઇપલાઇન નાખવામાં આટલો બધો સમય કેમ તેમ જનતાના મનમાં પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે સત્તાધીશો અધિકારીઓના મેળાપીપણામાં જનતા પીસાઇ રહી છે. મીઠા પાણી માટે તરસી રહી છે જંબુસર તાલુકાના છેવાડાના ગામડાઓમાં પાણી પુરતા પ્રમાણમાં પહોંચતુ નથી ભર ઉનાળે શહેર અને તાલુકામાં પાણીની વિપદા આવી પડી છે પ્રજાની મીઠા પાણીના કારબા વેચાણથી લેવા પડે છે અને તે અશુદ્ધ પાણી આરોપ્લાન્ટ વાળાની કોઈપણ પ્રકારની ચકાસણી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જનતાને તો દરેક બાજુથી નુકસાન વેઠવું પડે છે જંબુસર તાલુકાના માલપુર દેહગામ નાળા ખાતે ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે જંબુસર શહેર અને તાલુકામાં ૧૫ એમએલડી પાણીની જરૂરિયાત સામે ૧૪.૩૦ એમએલડી પાણી ઝનોર (નાદ) થી આવે છે હાલ ઉનાળાનો સમય હોય પાણીની તાતી જરૂરિયાત ઉભી થશે તે માટે અમારા પ્રતિનિધિએ જંબુસર નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠાની મુલાકાત લેતાં તેમણે જણાવ્યું હતું કે નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને પાણી આપવા માટે પાઇપ લાઇન નાખવામાં આવે છે તેમાં વારંવાર પાઇપ તોડી નાખવાના બનાવો બને છે જેને લઇ ગામડામાં પાણી પહોંચાડવામાં તકલીફ પડે છે તથા નર્મદા નદીના પાણીના જળ સ્તર ઘટવાને કારણે ઉપરવાસમાંથી પાણી ઓછું આવતા સમસ્યા છે, નર્મદા નદીના ડેમ દ્વારા પાણી છોડવામાં આવે તો આ સમસ્યા હલ થઇ શકે તેમ છે આ સહિત જંબુસર શહેરમાં મીઠું પાણી પ્રજાજનોને મળતું નથી તે અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે જંબુસર શહેરમાં પાંચ એમએલડી પાણીની જરૂરીયાત છે જેની સામે નગરપાલિકા દ્વારા બે એમએલડી પાણીની માંગ કરવામાં આવે છે તથા નગરપાલિકા જંબુસરનું વર્ષો પહેલાથી પાણી વેરો પાણી પુરવઠાનું બિલ રૂપિયા ૧૦,૧૨,૧૧,૫૬૨/-રૂપિયા જેવી માતબર રકમ બાકી હોય પાણી પુરવઠો આપવામાં આવતો નથી તેમ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર જનતાના નગરપાલિકા વેરા બાકી પડતા હોય છે તો પાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરાવવામાં આવે છે ગરીબ જનતાને કોઈ દાખલો પાલિકા દ્વારા મેળવવાનો હોય તો તેને કહેવામાં આવે છે કે વેરો ભર્યા પછી જ દાખલો આપવામાં આવશે જનતા બધા વેરા ચૂકવે છે તો પાલિકા દ્વારા મળતી ગટર પાણી લાઇટની સુવિધાથી વંચિત કેમ તેમ જનતામાં ચર્ચાઇ રહ્યું છે તથા મીઠા પાણીની સમસ્યા વહેલી તકે હલ થાય તેમ જનતા ઇચ્છી રહી છે .
રિપોર્ટર: હરીન પટેલ, જબુંસર.
મો.૯૪૨૭૪ ૭૯૬૪૨.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"