રામ નવમી નિમિત્તે વેજલપુર વિસ્તારમાં શોભાયાત્રા કાઢવામાં આવી

0
121

વેજલપુરના યુવાન,ભાઈઓ, બહેનોએ મોટી સાંખ્યમાં શોભાયાત્રા હાજર રહ્યા હતાં…

આજ રોજ સમસ્ત વેજલપુર દ્રારા રામ નવમીના દિવસે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી રામ ભગવાન ના જન્મ દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા વેજલપુરમાં ફેરવામાં આવી હતી.જે શોભાયાત્રા વાણીયાવાડ, નીઝામવાડી, બંબાખાના થઇ નાનીબજાર,શ્રી રામ ટેકરા, ઘાંચીવાડ,લીમડીચોક થઈ ગામડીયાવાડ વિસ્તારોમાં ફરી મહાકાળી માતાના મંદિરે પહોંચી ત્યાં પુણૉંહુતી થઈ હતી.જ્યાં સ્થાનિકો દ્રારા રામજી મહાઆરતી રાખવામાં આવી હતી.આ શોભાયાત્રા માં ભરૂચ જિલ્લા ભાજપાના ઉપપ્રમુખ ધર્મેશ મિસ્ત્રી સ્થાનીક કાઉન્સિલર દીપક મિસ્ત્રી,સતીષ મિસ્ત્રી અને તથા નીકુલ મિસ્ત્રી તથા વેજલપુર ના દરેક યુવક ગ્રુપ અને દરેક યુવાનો અને વડીલો અને માતાઓ દ્વારા ભક્તિ ભાવથી રામ નવમી ની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY