જંબુસરના સારોદ ગામના રબારી સમાજને ગૌરવ અપાવ્યું.

0
497

માધ્યમિક શાળાઓના સ્ત્રી આચાર્યોની સમસ્યા વિષે સંશોધનાત્મકનો નિબંધ લખી પી.એચ.ડી થયા.

ભરૂચ:

ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના દેસાઈ ભાવનાબેને સરકારી અનુદાન પ્રાપ્ત માધ્યમિક શાળાઓના આચાર્યોની સમસ્યા વિષે સંશોધનાત્મકનો નિબંધ લખી પી.એચ.ડીની પદવી પ્રાપ્ત કરતા રબારી સમાજ સહિત સારોદ ગામ અને ભરૂચ જીલ્લાનું નામ રોશન કર્યું છે.

પશુપાલન કરી જીવન નિર્વાહ કરતાં ગૌપાલક સમાજ કે જમા મહદઅંશે સ્ત્રીઓ ખાસ અભ્યાસ કરતી નથી તેવા સમાજ માંથી આવતા ભાવનાબેન ખોડુભાઈ સેડાઈ એમ.એસ.સી (કેમીસ્ટ્રી) બીએડ,એમ.એ (એજ્યુકેશન)નો અભ્યાસ કરી અને એમ.એસ.યુનીવર્સીટી માં ટેકનોલોજી ફેકલ્ટી માં લેબ આસીસ્ટન્ટ તરીકે ૧૦ વર્ષ થી ફરજ બજાવી રહ્યા છે.આટલો ઉચ્ચ અભ્યાસ કર્યા પછી પણ વધુ ભણવાની આકાંશા રાખી શ્રી જગદીશ પ્રસાદ જાબરમલ ટિબ્રેવાલ યુનીવર્સીટી રાજસ્થાન માં પી.એચ.ડી નો અભ્યાસ જુલાઈ ૨૦૧૩ ની સાલ માં શરૂ કર્યો હતો.

રાજસ્થાન ના ડૉ.રાજેન્દ્રપ્રસાદ તથા એમ.એસ.યુનીવર્સીટી વડોદરા ના ડૉ.મિલિન્દ એમ સહસ્ત્રબુદ્ધ ના માર્ગદર્શન હેઠળ તેમણે વડોદરા શહેર ગુજરાત ખાતે સરકારી અનુદાન મેળવતી માધ્યમિક શાળાઓના સ્ત્રીઆચાર્યાઓ દ્વારા ભોગવવી પાડતી સમસ્યાઓ અંગે જટીલાત્મક અભ્યાસ વિષય પર ચાર વર્ષ સુધી સંસોધન કરી મહાનિબંધ લખ્યો હતો. જેને યુનીવર્સીટી એ માન્ય કરી ભાવનાબેન દેસાઈને પી.એચ.ડી ની પડવી એનાયત કરવામાં આવી હતી. પી.એચ.ડી ની પદવી પ્રાપ્ત કરતા રબારી સમાજ સારોદ ગામનું ગૌરવ વધાર્યું હતું અને સાથે સાથે ભરૂચ જીલ્લાનું પણ નામ રોશન કર્યું હતું. આ અનુસંધાને ગુજરાત રાજ્યના માજી ઉર્જા મંત્રી ભીખાભાઈ રબારી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY